Book Title: Jain Education and Empower Trust 2014
Author(s): Rajhansasuri
Publisher: Jain Education and Empower Trust

View full book text
Previous | Next

Page 27
________________ ૨૭ સંયમજીવનમાં આપ તો ગામેગામ વિચરો છો.. અનેક સાધર્મિકોને આપે ખૂબ નજીકથી નિહાળ્યા છે. એ દિવસના પ્રવચનમાં એ અંગે આપે ખૂબ હૃદયદ્રાવક શબ્દોમાં અમને સહુને સમજાવ્યું પણ છે. અને એમાંય આપે જ્યારે ‘એવા સાધર્મિકો પણ આજે વિદ્યમાન છે કે જેઓના ઘરમાં કેટલાય મહિનાઓથી દૂધનો છાંટોય નથી આવ્યો’ ની વાત કરી, ત્યારે તો અમે સહુ સ્તબ્ધ જ બની ગયા હતા. અમારી આંખમાંથી વહેતાં આંસુ અટકવાનું નામ જ નહોતાં લેતાં.. જ્યાં અમારા મોજશોખમાં થતા બિનજરૂરી ખર્ચાઓ અને ક્યાં સાધર્મિકોની આ કફોડી સ્થિતિ ? આજે તો મન મક્કમ કરીને આપની પાસે આવ્યો છું એક નિયમ લેવા. આપ હા પાડો, કે હું જે નિયમ માંગુ તે આપ આપજો જ.” એમ નિયમની વિગત જાણ્યા વિના હા શે પડાય ?' 'તો આપ સાભળો. જીવનભરદ્ધત્યાગનો મને નિયમ આપી દો” ‘દૂધત્યાગ?' “સાહેબ, ખૂબ ખાધું છે આ જીવનમાં. અને માત્ર દૂધનો ત્યાગ કરી દેવાથી કાંઈ મારી જિંદગી સમાપ્ત નથી થઈ જવાની. જો સાચેજ એવા સાધર્મિકોનાં કુટુંબો આજે છે, કે જ્યાં વરસોથી એમના ઘરમાં દૂધ આવ્યું જ નથી, તો એ સહુને નજર સમક્ષ રાખીને મને દૂધ છોડી દેવામાં કોઈ જ તકલીફ પડવાની નથી. સાધર્મિકભક્તિ માટે સંપત્તિનો સવ્યય કરી દેવો એ જુદી વાત છે અને સાધર્મિકોના કષ્ટમય જીવનની વાતો સાંભળ્યા પછી સ્વ-જીવનમાં નકકર ચીજનો ત્યાગ કરી દેવો એ જુદી વાત છે. એ દિવસે સંપત્તિના સવ્યય દ્વારા તો મેં સાધર્મિક ભક્તિ કરી જ છે. આજે જીવનભર દૂધત્યાગના પચ્ચકખાણ દ્વારા હું અલગ રીતે જ સાધર્મિક ભક્તિ કરવા માગું છું. આપ ઉલ્લાસપૂર્વક નિયમ આપીદો...' અને એ નિયમ લેતી વખતે એ યુવકની આંખમાંથી વહી ગયેલાં આંસુએ મારી આંખને પણ અશ્રુસભર બનાવી દીધી. આ કઠણ માટીને પાણી દ્વારા કોમળ બનાવ્યા પછી જ કુંભાર એને ચાકડા પર ચડાવે છે અને એ માટીમાંથી ઘડો બનાવવામાં સફળતા મેળવે છે. જે વાત બર્ટિજગત માટે છે. આભ્યન્તર જગત માટે પણ એજ વાત છે. અંત:કરણ જો તમારું કોમળ છે, જીવો પ્રત્યેની કરુણાથી છલોછલ છે તો જ એ અંતઃકરણ પર અન્ય સગુણોના ધાર્યા ઘાટ ઘડી શકાય તેમ છે. યાદ રાખજો, કઠોરતાના ભવો તો આ જીવે અંતે પસાર કર્યા છે. કોમળતાને આત્મસાત્ કરવા માટે આ સંસારમાં માનવભવ જેવો કોઈ ભવ નથી. પૂજ્ય આચાર્ય શ્રીમદ્વિજય રત્નસુંદરસૂરી મ.સા.ના સંસ્કરણમાંથી આજનો સાધર્મિક આવતી કાલનો શ્રેષ્ઠી અળે ઉચ્ચ શ્રાવક બળે

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40