________________
ર૬
"આત્મસાત્ કરી લો કોમળતા, મળેલ માનવભવ સાર્થક બની જશે."
સ્વીકારેલા ઉપકારીઓના ઉપકાર આંખ સામે આવતા રહે અને આંખો કૃતજ્ઞતાનાં આંસુથી છલકાઈ જાય! સ્વજીવન દરમ્યાન પોતાનાથી થઈ ગયેલ પાપો આંખ સામે આવતાં રહે અને આંખ કલ્પાંતનાં આંસુથી છલકાઈ જાય! નજર સામે અન્યનાં દુઃખો દેખાય, કાને અન્યનાં દુઃખોની વાત આવે અને આંખ કરુણાના આંસુથી છલકાઈ જાય ! ટૂંકમાં, જેની પાસે આંસુ છે કૃતજ્ઞતાનાં, કલ્પાંતનાં કે કરુણાનાં, એ આત્માને માટે કર્મનિર્જરા સુગમ છે, સમાધિ સુલભ છે, સુસંસ્કારોનું આ ધન સહજ છે.
એ દિવસના પ્રવચનમાં વર્તમાનકાળના અનેક પુણ્યહીન આત્માઓના જીવનમાં ઊભી થયેલ અગવડોની વાત અત્યંત કરુણ શબ્દોમાં રજૂ થઈ. હજારો સાધર્મિકોના જીવનમાં દુઃખના કેવા ડુંગરા ખડકાયા છે, એની અત્યંત લાગણીસભર શબ્દોમાં રજૂઆત થઈ. મારા સહિત અનેક શ્રોતાઓની આંખમાંથી આંસુ વહી ગયાં. એ પ્રવચનમાં સાધર્મિકોની ભક્તિ માટે સંપત્તિના સવ્યય માટેની જબરદસ્ત પ્રેરણા થઈ અને એ પ્રેરણાને ઝીલી લઈને ઉદારદિલ પુણ્યવાનોએ મન મૂકીને સંપત્તિનો વરસાદ વરસાવ્યો.
પણ,
આ પ્રસંગના પાંચ-સાત દિવસ બાદ સાંજના સમયે એક યુવક મળવા આવ્યો. સાધર્મિકભક્તિ અંગે થયેલા વિરાટ ફંડમાં એ યુવકનો ફાળો પણ કાંઈ નાનો-સૂનો નહોતો.
બોલ, શું વાત છે?'
સેંકડો સાધર્મિકોની શાતામાં અને સમાધિમાં નિમિત્ત બનવા આપે કરેલ હાકલનો અમદાવાદ જે ભવ્ય પ્રતિસાદ આપ્યો છે એની સર્વત્ર જે અનુમોદના થઈ રહી છે એનું વર્ણન કરવા માટે મારી પાસે કોઈ શબ્દો નથી...”
‘તે પણ ક્યાં ઓછી ઉદારતા દાખવી છે ?” ‘દેવ-ગુરુની કૃપાનો પ્રભાવ છે ‘તારીવયના હિસાબે...”
અત્યારે એ સાંભળવા નથી આવ્યો પણ, હું તો એક બીજી જ વાત કરવા આપની પાસે આવ્યો છું.”
બોલ’
R
Eaureir
ref=
=
==
Prvaren
આજળો સાધર્મિક આવતી કાલનો શ્રેષ્ઠી અને ઉચ્ચ શ્રાવક બને