Book Title: Jain Education and Empower Trust 2014
Author(s): Rajhansasuri
Publisher: Jain Education and Empower Trust

View full book text
Previous | Next

Page 8
________________ ( ૮ ) - શ્રી આદિનાથ વિદ્યાપીઠ ‘જિતળો' નવો પ્રયાસ 'જિત' નું નવું સાહસ 'શ્રી આદિનાથ વિદ્યાપીઠ' યોજના હેઠળ વિવિઘ શૈક્ષણિક ક્ષેત્રે પ્રવૃતિઓ કરીને જૈન શાસનને સારા શ્રેષ્ઠિઓ આપી શકીએ તે માટે વિવિધ પ્રવૃતિઓ કરવાની ભાવના છે. તેના પ્રથમ પ્રયાસ રૂપે C.B.D. બેલાપુર નવીમુંબઈ માં વિદ્યાર્થીગૃહ તેમજ Finishing School ની શરૂવાત કરી છે. આજના સ્પર્ધાત્મક યુગમાં વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન તેમજ યોગ્ય આવડત આપી યોગ્યઘડતર થાયતે અત્યંત જરૂરી છે. વિશ્વમાં ફિનિશીંગ સ્કુલનો કન્સેપ્ટ ઘણા સમયથી અમલી છે. ભારતમાં મોટાભાગે તે શાળાના વિદ્યાર્થીઓ પૂરતો વધુ મર્યાદિત છે. ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થી માટે ખાસ કયાંય અમલી નથી. 'જિત' તેના નવા પ્રયાસરૂપે આ કન્સેપ્ટને અમલી બનાવવાની યોજના ધરાવે છે. વિદ્યાર્થી પોતાના ઉચ્ચ અભ્યાસની સાથે સાથે 'જિત' દ્વારા આયોજીત એક એવો ડિપ્લોમા કોર્સ કરાવવામાં આવશે જેમાં વિદ્યાર્થી પોતાના ઉચ્ચ અભ્યાસ સાથે સાથે યોગા, ધ્યાન, વ્યક્તિત્વ વિકાસ, વકતૃત્વ છટા, લીડરશીપ, મેનેજમેન્ટ, જૈનિઝમ જેવા અનેક વિષયો પર સારા નિષ્ણાતોને બોલાવી યોગ્ય તાલીમ આપવામાં આવશે. તેના દ્વારા ફક્ત શૈક્ષણિક ડીગ્રી પ્રાપ્ત ન કરતાં તેની સાથે તેના સર્વાગી વિકાસની પણ પૂરી તક પ્રાપ્ત કરાવવામાં મદદરૂપ થશે. જેના દ્વારા વિદ્યાર્થી તેનો ભરપૂર લાભ ઉઠાવી દરેક પ્રકારની આવડત, સમજદારી કેળવી સમાજમાં એકમોભાદાર વ્યકિત તરીકે વિકાસ કરી શકશે. આજે ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોથી શિક્ષણ કેન્દ્રો વિસ્તરતા જાય છે અને નવા નવા ઉમેરાતા પણ જાય છે. આવા શિક્ષણ કેન્દ્રોની કોલેજોમાં જો વિદ્યાર્થીને સારા માર્કસ હોય તો પ્રવેશ કદાચ મળી જાય છે. પરંતુ બહારગામથી આવા શિક્ષણ કેન્દ્રોમાં ઉચ્ચ અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓને રહેવા જમવાની વ્યવસ્થા સહજ થતી નથી અને મળે છે તો આજનો સાધર્મિક આવતી કાલનો શ્રેષ્ઠી અને ઉચ્ચ શ્રાવક બને

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40