Book Title: Jain Education and Empower Trust 2014
Author(s): Rajhansasuri
Publisher: Jain Education and Empower Trust

View full book text
Previous | Next

Page 7
________________ સામા પક્ષે આપણા સમાજમાં જૈન વિદ્યાર્થીગૃહો આવેલા છે જેમાં.. ૧) વિદ્યાર્થીગૃહમાં દેરાસર હોય છે. ૨) બાળકોના સર્વાગી વિકાસ માટે ઘણી બધી સુવિધાઓ હોય છે. ૩) અંગ્રેજી મીડીયમની શાળા પણ નજદીક હોય છે. ૪) બાળકોને સાત્વિક ખોરાક અને જૈનત્વનાં સંસ્કાર મળે છે. ૫) મોટા ભાગનાં વિદ્યાર્થીગૃહોમાં બાળકો ને તમામ સુવિધાઓ કોઇપણ પ્રકારનાં ચાર્જ વગર આપતા હોય છે. 'જિત' સંસ્થાએ આ બન્ને છેડાને ભેગા કરી આપણા સાધર્મિકનાં બાળકોને મૂળભૂત સુવિધા સારી રીતે મળે તે માટેનાં પ્રયાસો શરૂ કર્યા છે. છેલ્લા બે વર્ષમાં 'જિત' નાં પ્રયાસથી ઘણા બધા બાળકો વિદ્યાર્થીગૃહમાં દાખલ થયા છે અને આ વરસે પણ ઘણો બધો વધારો થવાની શકયતાઓ છે. 'જિત' નો આ લક્ષ્ય સિધ્ધ કરવા 'જિત' નાં કાર્યકર્તાઓ એ આપણા સાધર્મિક કુટુંબના બાળકો તેમજ તેમનાં વાલીઓને આ બધા અલગ-અલગ જૈન વિદ્યાર્થીગૃહમાં લઇ જઇને ત્યાં તેમને બે દિવસ રોકાણ દરમ્યાન તેમને વિદ્યાર્થીગૃહનાં દરેક પાસા સમજાવતા હોય છે. _'જિત' ને આશા છે કે આ પ્રકારના પ્રયાસથી આપણા સમાજનાં જરૂરીયાતમંદ લોકો માટે જે વ્યવસ્થા અને ઉપલબ્ધિઓ આપણી પાસે છે તેનો મેળાપ થશે જ. આજનો સાધર્મિક આવતી કાલની શ્રેષ્ઠી અને ઉર શ્રાવક બoૉજી

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40