________________
૧૩
E 'જિત' ના અનુભવો માંથી...) ==
વિરમગામ થી આવેલ એક અરજીની તપાસ દરમ્યાન અમોને જાણવા મળ્યું કે આપણા સાધર્મિક ભાઈની આવક રૂ.૩૦૦૦/-હતી. ઘરમાં કુલ સાત વ્યક્તિ છે. માતા મોટી ઉમરવાળા છે. બહેન મંદબુધ્ધીવાળા હોવાથી લગ્ન થયા નથી. ત્રણ સંતાનો છે અને પત્ની એક અજાણ્યા રોગથી પિડાય છે. ઘરમાં તો ઘરવખરી પણ નથી તો હવે બાળકોના ભણતરની વાત જ કેમ કરવી....
સુરેન્દ્રનગર થી આવેલ અરજી ચકાસતા ખબર પડી કે એક સાધર્મિક ભાઈ શેરડીના રસનો ધંધો કરે છે અને તે પણ ઉનાળામાંજ ચાલે છે. ઉપરથી ભાગીદારને ૫૦% આપવાના. ઘરમાં ચાર સભ્યો છે. કાયમી કોઈ આવક ન હોવાથી ઘર ચલાવવામાં ખુબજ તકલીફ પડે છે. શિક્ષણની તો | વાતજ થાય તેમ નથી...
જુનાગઢ ની રૂબરૂ મુલાકાત દરમ્યાન જાણવા મળ્યું કે બેન પોતે ખાખરા અને ચકરી બનાવીને વેચે છે. પિતાનું અવસાન થયેલ છે. પોતે ભાઈ તથા ભાભી ઉપર ભાર થવા માંગતા નથી માટે લોનની અરજી કરી છે. સ્વાવલંબી તો થવુ છે...
જામનગર થી આવેલ એક અરજીનાં અનુસંધાને રૂબરૂ મુલાકાત અમારા સ્થાનિક કાર્યકર્તાએ કરી. એ વાત એમનાજ શબ્દોમાં...
એમના ઘરની પરિસ્થિતીની તો વાતજ શું કરવી? ખુબજ દયનીય અને કરુણતાભરી હાલતમાં જીવે છે. છેલ્લા વીસ-વીસ વર્ષથી હું જામનગર માં રહેવા છતા, મારા સાધર્મિક બહેન ફક્ત એક સમય જમે અને બીજા ને ત્યાં કામ કરવા જાય છે. આ વાત મારા માટે માનવી ખુબજ મુશ્કેલ હતી. જ્યારે જામનગર હાલાર સમાજ સમક્ષ આ વાત રજુ કરી ત્યારે તેમના પણ હૃદય દ્રવી ઉઠયા. અમને તો નવાઈ એ વાત ની છે કે જયા અમે નથી પહોંચી શકતા, ત્યા ઠેઠ મુંબઈ થી આવેલ આ 'જિત' સંસ્થાના કાર્ય કેવી રીતે પહોચી ગયા?
a આજનો સાધર્મિક આવતી કાલનો શ્રેષ્ઠી અને ઉચ્ચ શ્રાવક બળે