Book Title: Jain Education and Empower Trust 2014
Author(s): Rajhansasuri
Publisher: Jain Education and Empower Trust

View full book text
Previous | Next

Page 15
________________ ૧૫. આપે વાવેલા છોડવા ઉપર ખિલી ઉક્યા, અગણિત સુગંધીત પુષ્પો... પૂ. ઉપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે જેસલમેરના એક સુશ્રાવકને પત્ર લખ્યો હતો એમાં છેલ્લે એક વાક્ય લખ્યું હતું કે, “એક સાધર્મિકને કુટુંબ કરી જાણજો”. આવા મર્મભેદી વાક્યને જાણી, “આજનો સાધર્મિક આવતી કાલનો શ્રેષ્ઠી અને ઉચ્ચશ્રાવક બને” એ એકજ ઉદ્દેશથી પ્રારંભ થયેલી અને શાસન સમ્રાટશ્રી વિજયનેમિ-અમૃત-દેવ-હેમચંદ્ર-પ્રદ્યુમ્ન સૂરીશ્વરજીના પટ્ટધર પૂજ્ય આચાર્ય શ્રી રાજહંસસૂરીશ્વરજી મહારાજાની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ ‘જિત' "જૈન એજ્યુકેશન એન્ડ એમ્પાવરમેન્ટ ટ્રસ્ટ" આ ક્ષેત્રે સમગ્ર ગુજરાતભરના તથા મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, કેરળ, બિહાર, ઝારખંડ તથા પશ્ચિમ-બંગાળના અમુક વિસ્તારોમાં વસતા ૪૮ જીલ્લાના ૨૬૮ ગામડાંઓના ૨૫૦૦ ઉપરાંત પરિવારોના ૪૩૯૦ થી વધુ બાળકોને પોતાના કુટુંબી કરી, એમને શૈક્ષણિક સહાય તથા ફીનીશીંગ સ્કુલ અને હોસ્ટેલની સુવિધા પૂરી પાડી રહી છે. તેમજ ઉચ્ચ અભ્યાસ, વેપાર-ઉદ્યોગ અને નોકરી અપાવવામાં સહાયરૂપ થઇ રહી છે. એમને જરૂર છે એક ખંભાની, એક વાત્સલ્યરૂપી ગોદની, એક હેતરૂપી મીઠા હસ્તસ્પર્શની... અને એમના આંસુ સારવા એક રૂમાલની... આપશ્રીએ છેલ્લા સાત - સાત વર્ષથી એ આસુંઓને સારવાનું કામ પોતાની તિજોરીના દરવાજા ઉઘાડા મુકીને જબરદસ્ત સાધર્મિક ભક્તિનો ઉદાહરણ પૂરું પાડ્યું છે. આપે વાવેલા એ બીજ હવે છોડવા બની સુંદર પુષ્પો રૂપે સુગંધ ફેલાવી રડ્યાં છે. આજ સુધી જિતની શૈક્ષણિક સહાયના માધ્યમથી અનેક વિધાર્થીઓ, ડૉક્ટર, સી.એ., એજીનીયર્સ, સી.એસ., એડવોકેટ બની પોતાની કારકિર્દીને ઉચ્ચતમ્ શિખરો પર લઇ જવામાં સફળ થયેલ છે. તેમજ હવે તેઓ પોતાના પરિવારનો આધાર સ્તંભ બનવાનો પ્રયત્ન પણ કરી રહયાં છે. વર્ષ ૨૦૧૨-૧૩ દરમ્યાન ૧૦૮ ઉપરાંત વિદ્યાર્થીઓએ ૯૦ટકાથી વધુ પરસનટેન્જ રેન્ક મેળવીને એ સાબીતિ આપી છે કે એમણે ઇચ્છલી મંઝીલ હવે કાંઇ દૂર તો નથી જ... Jan cauca Telematical SONTV Waflenbal આજનો સાધર્મિક આવતી કાલનો શ્રેષ્ઠી અને ઉરશ્ય શ્રાવક ઉભો

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40