Book Title: Jain Education and Empower Trust 2014
Author(s): Rajhansasuri
Publisher: Jain Education and Empower Trust

View full book text
Previous | Next

Page 12
________________ ( ૧ર. 'જિત' ને મળેલા પ્રતિસાદો માંથી...! | 'જિત' ને આપની અનુમોદના તથા આશીર્વાદ આભાર પડ્યો, ફોન અને મુલાકાતો દ્વારા અવિરત મળી રહ્યા છે. મારા બાળકોના શિક્ષણ માટે જે સહાય આપની સંસ્થા તરફથી મળી છે, તે બદલ હું આજીવન આભારી રહીશ. ખરેખર આપે જે અમારું કામ કરેલ છે તે બદલ મારો પરીવાર આ સંસ્થાના દરેક સભ્યનો આભાર માનીએ છીએ. - એક સાધર્મિક આપે આપેલા નાણા હું મારી બન્ને પુત્રીનાં અભ્યાસ માટે પૂરેપૂરા વાપરીશ અને એ નાણાનો હું કોઈપણ રીતે ખોટો ઉપયોગ નહી કરુ, આપનાં આશીર્વાદ થી મારી બન્ને પુત્રી સારા ટકા લાવશે તેવી આશા છે, આટલા બધા પુરુષાર્થથી આપણા તમામ સમાજ માં અભ્યાસ માટેની આશા જાગશે ને આગળ આવશે. આપ જેવા મહાન દાતા શ્રી ઓના હિસાબે આપણો સમાજ આગળ આવશે. - એક સાધર્મિક 'જિત' તરફથી ગત વર્ષ દરમ્યાન મારા ચારેય સંતાનો માટે શિક્ષણાર્થે સહાય મળી, જેના સહારે આ ચારેય બાળકો ખુબ સારી રીતે અભ્યાસ કરી સારા માર્કસ સાથે ઉર્તીણ થયા છે. તેમનો સંપૂર્ણ યશ જિતને મળે છે. 'જિત' ની ખરેખર જૈન સમાજ માટે ઘણી જ મોટી જીત થઇ છે. જૈન સમાજની ભાવી પેઢી અભ્યાસ વગર ન રહે એટલું જ નહી. પણ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા ઇચ્છતા દરેક વિદ્યાર્થી નાણાના અભાવે તેમનું સ્વપ્ન સાકાર કરવામાં નિષ્ફળ ન જાય તે માટે 'જિત' ખરેખર ખૂબ જ પાયાનું અને પ્રશંસનીય તેમ જ બેનમુન આદર્શ કાર્યકરેલ છે. આ સહાયથી અમોએ હવે અમારૂ કોઇ જ નથી આ વિચારને તિલાંજલી આપી દીધી છે. - ભાવનગરથી એક સાધર્મિકના પ્રણામ જ્યારથી સ્કુલો ચાલુ થઇ ત્યારથી રાત્રે ઉંઘ આવતી ન હતી. મારી પત્ની પુછે કે શું થયુંતો તેને કંઇ જણાવી શકતો ન હતો. અને એક જ વિચાર આવતો હતો કે આવતી કાલે સવારે ત્રણેય છોકરાની ફી ના પૈસા ક્યાંથી લાવું? ત્યાં ઓચિંતો મારો એક મિત્ર મારી પત્નીની તબિયત પુછવા આવ્યો અને મેં મારા મગજની ટેન્સનની વાત કરતા તેણે આપના ટ્રસ્ટની માહિતી આપી અને મારા હદયમાં જાણે ઠંડો પવન ફૂંકાયો હોય તેમ મને શાંતિ થઇ. નાકોડા દાદાને નમન કરી તરત ફોર્મ ભરી દીધું. અને આપ સર્વેના આશિર્વાદ થી મારા ત્રણેય સંતાનોની ફી માટેના ચેક કુરિયર દ્વારા આવી ગયા. મારી પાર્શ્વનાથ દાદાને એક જ અરજ છે કે આપની જેમ હું પણ સમય જતાં મારા જેવા સાધર્મિક ને મદદરૂપ થઇ શકું. કારણ કે જૈન નો હાથ તો કોઇને આપવા માટે જ લાંબો થવો જોઇએ. 1 - એક સાધર્મિક (ઇડર) આજનો સાધર્મિક આવતી કાલનો શ્રેષ્ઠી અને ઉચ્ચ શ્રાવક બને

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40