Book Title: Jain Education and Empower Trust 2014
Author(s): Rajhansasuri
Publisher: Jain Education and Empower Trust

View full book text
Previous | Next

Page 9
________________ ૯ ખૂબ જ ખર્ચાળ રહે છે. મોટા ભાગના શહેરોમાં જૈન વિદ્યાર્થીગૃહોની વ્યવસ્થા નથી માટે તેની તાતી જરૂરિયાત છે. મુંબઇ/અમદાવાદ જેવા શહેરોમાં બોર્ડિંગો છે પણ વિદ્યાર્થીઓની સંખ્યાની જરૂરિયાતને પહોંચી શકાતી નથી, એટલે વેઇટીંગ લીસ્ટ ચાલે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી 'જિત' જ્યાં જ્યાં ઉચ્ચ અભ્યાસ કરવાની સારી તકો છે, પણ બોર્ડિંગો નથી કે વધુ જરૂરિયાત છે તે શિક્ષણ કેન્દ્રોમાં વિદ્યાર્થીગૃહ શરૂ કરવાની જોગવાઇ કરી રહયું છે. તેના પ્રથમ પ્રયાસરૂપે નવી મુંબઇ-બેલાપુર ખાતે શ્રી આદિનાથ વિદ્યાપીઠના નામે જૂન-૨૦૧૨ થી શરૂ થતા નવા શૈક્ષણિક સત્રથી વિદ્યાર્થીગૃહનો શુભારંભ થઈ ચૂક્યો છે. જ્યાં જૈન સંઘના ચારેય ફીરકાઓના ઉચ્ચ અભ્યાસ કરતા અથવા કેરીયર ઓરીયેન્ટેડ કોર્સીસ કરતા વિદ્યાર્થીઓને રહેવા જમવાની સગવડ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેને ફકત વિદ્યાર્થીગૃહ ન બનાવતા તેમાં ફિનિશીંગ સ્કૂલના કન્સેપ્ટને પણ વણી લઇ અમલી બનાવવામાં આવી છે. જેના દ્વારા તેના સર્વાંગી વિકાસ માટેના સંપૂર્ણ પ્રયત્નો કરવામાં આવે છે. આવા વિદ્યાર્થીગૃહો દ્વારા જિનશાસનની પ્રભાવના થશે, સારા સંસ્કારોનું સિંચન થશે, તેમજ આગવા અને પ્રતિભાસંપન્ન યુવાનો જૈન શાસનને પ્રાપ્ત થશે. Jain ખુશ ખબર !! જૈન વિદ્યાર્થીઓ માટે નવી મુંબઇમાં વિદ્યાર્થીગૃહ શ્રી આદિનાથ વિદ્યાપીઠ રાજ સ્પર્શ, જી-૨૨, સેકટર-૨૦, બેલાપુર ગાવઠન, બેલાપુર સીબીડી, નવી મુંબઇ. Mob. : 93228 52100, Ph.: (022) 645 94 645, E-mail : sav@jeetindia.org ભણતર સાથે ગણતર આપવાના બહુલક્ષી હેતુથી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે આંતરરાષ્ટ્રીય કક્ષાના અદ્યતન કોર્સથી (ફીનીશીંગ સ્કૂલ) સુસજ્જ, જૈનોના ચારેય ફીસ્કાઓના હાયર એજ્યુકેશન મેળવનારા વિદ્યાર્થીઓ માટે રહેવાની-જમવાની સગવડ સાથે, આ અદ્યતન વિદ્યાર્થીગૃહમાં પ્રવેશ માટેના અરજીપત્રક ઉપરોક્ત સ્થળેથી મળશે. અરજી પત્રક સ્વીકારવાની છેલ્લી તારીખ તા. ૩૦ ઓગસ્ટ રહેશે. સંચાલન : જૈન એજ્યુકેશન એન્ડ એમ્પાવરમેન્ટ ટ્રસ્ટ Ph.: 022-645 64 645 • Mob. : 093249 77185 email : jeet@jeetindia.org • Website : www.jeetindia.org આજનો સાધર્મિક આવતીકાલનો શ્રેષ્ઠી અને ઉચ્ચ શ્રાવક બને

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40