Book Title: Jain Education and Empower Trust 2014
Author(s): Rajhansasuri
Publisher: Jain Education and Empower Trust

View full book text
Previous | Next

Page 4
________________ 'જિત' અંતર્ગત થતી મુખ્યપ્રવૃત્તિઓમાં... ૧) આપણાં સાધર્મિકો જેઓ ગામડામાં વસતા હોય છે અને જેમની આવક ઓછી હોય છે. તેમના બાળકોને શૈક્ષણિક સહાય આપવી. ૨) વેપાર, ઉદ્યોગ અને નોકરીમાં સહાયરૂપ થવું. ૩) બાળકોને વિદ્યાર્થીગૃહોમાં મોકલવા. ૪) વિદ્યાર્થીઓને કારકીર્દિમાર્ગદર્શન આપવું. ૫) બીજી બધી જૈન સંસ્થાઓ જેવી કે જૈન જાગૃતિ સેન્ટર, જીતો, મહાવીર જૈન વિદ્યાલયની યોજનાઓ થકી જરૂરીયાતમંદ વિદ્યાર્થી સુધી સહાય પહોંચાડવામદદરૂપ થવું. ૬) જે જગ્યાએ જૈનો માટે વિદ્યાર્થીગૃહોની જરૂરીયાત હોય ત્યાં નવા વિદ્યાર્થીગૃહો બનાવવાં. ૭) ફિનીશિંગ સ્કૂલ જેમાં આપણા બાળકો સર્વાગી વિકાસ સાધી શકે એવો ડીપ્લોમા કોર્સ બાળકોને આપવો. ૮) એન્જલ ફંડ જે આપણે આપણાં સાધર્મિકોને જરૂરીયાત પ્રમાણે તેમના - ધંધાકીય સહાય માટે પૈસાની વ્યવસ્થા કરી આપવી. ૯) જૈન સમાજનાં વધુમાં વધુ શ્રેષ્ઠિઓ તન-મન-ધનથી જોડાય એવા પ્રયાસ કરવાં. અમો આ 'જિત' ને એવું એક નિરપેક્ષ પ્લેટફોર્મ બનાવીને આપ સર્વેને આ અભિયાનમાં જોડાવા નિમંત્રિત કરીએ છીએ. આપ આવો અને આપનાથી જે રીતે પણ સહયોગ થઇ શકે કે યોગદાન થઇ શકે તે આપવા અમારૂ ભાવભર્યું નિમંત્રણ છે. પરમકૃપાળુ પરમાત્મા શ્રી મહાવીરસ્વામીએ દર્શાવેલ પાંચ મુખ્ય કર્તવ્યોમાંનું એક અતિ મહત્વનું કર્તવ્ય છે, સાધર્મિકને સહાયરૂપ થવું. તો આવો...!! આ અભિયાનને સાકાર બનાવવા આપણે આપણો મહામૂલ્યવાન સમય, સાથ, સહકાર, સંપત્તિ તેમ જ સંમતિ આપી આ જીવનને સાર્થક બનાવીએ. આ સંસ્થા આપણા જૈનોના ચારેય ફીરકાઓને આવરી લે છે. જનાજ્ઞા વિરૂધ્ધ કંઇપણ લખાયુ હોયતો ત્રિવિધ ત્રિવિધે... મિચ્છામી ક્કડમ્. પ્રણામ. જૈન એજ્યુકેશન એન્ડ એમ્પાવરમેન્ટ ટ્રસ્ટ - મુંબઈ આજળો સાધર્મિક આવતી કાલનો શ્રેષ્ઠી અને ઉચ્ચ શ્રાવક બને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40