________________
તેમની મૂર્તિમાં સ્ત્રી-પુરુષ-શસ્ત્ર-ક્રોધ આદિ કોઈ પણ જાતના રાગાદિનાં પ્રતીકો નથી. માટે આ પાંચે પદ નમસ્કરણીય છે.
- ટેપ નં. ૧ બી’ આ દેવ અને ગુરુ આપણને ઘર્મ સમજાવનારા છે. ધર્મ એટલે દુર્ગતિમાં પડતા જીવને જે બચાવે - પકડી રાખે - ઘારણ કરે તે ધર્મ. આ પાંચે વ્યક્તિઓ વીતરાગી અને વૈરાગી હોવાથી અત્યન્ત પવિત્ર છે. નિષ્પાપ છે. અને બીજાને પણ નિષ્પાપ થવાનો ઉપદેશ આપનારી છે. તેથી જ તેઓને કરેલો આ નમસ્કાર પણ આપણા આત્માને નિષ્પાપ કરનાર છે. માટે જ છઠ્ઠા, સાતમા પદમાં કહ્યું છે કે આ પાંચે પાંચ પરમેષ્ઠીને કરેલો નમસ્કાર સર્વ પાપનો નાશ કરનાર છે. એમના મુખેથી નીકળેલા “ધર્મલાભ' શબ્દરૂપ આશીર્વાદ પણ આત્માને કલ્યાણ કરનારા છે.
જે આત્માઓ અત્યન્ત નિષ્પાપ છે, પવિત્ર છે, મંગળમય છે તેઓને કરેલો નમસ્કાર પણ આત્માનું મંગળ કરનાર છે. સંસારમાં લગ્ન, મકાનનું વાસ્તુ, ધંધાનો પ્રારંભ કરવામાં આવે ત્યારે પણ અક્ષત, શ્રીફળ આદિથી મંગળ કરવામાં આવે છે. પરંતુ તેનાથી મળેલું સંસારસુખ કાયમી નથી. આપણા જીવતાં જીવતાં મળેલું સંસારનું સુખ ચાલ્યું જાય છે. અથવા સુખ કાયમ રહે તોપણ તે હોવા છતાં આપણને જવાનું આવે છે. એટલે સંસારનાં સુખોનો સંયોગ નાશવંત છે. જ્યારે મળેલું મોક્ષસુખ કદાપિ જતું નથી, અને આપણે તે સુખ છોડીને ફરી સંસારમાં આવતા નથી. માટે અક્ષત, શ્રીફળ આદિને દ્રવ્યમંગલ કહેવાય છે. અને આ નમસ્કારને ભાવમંગલ કહેવાય છે. મંગળ એટલે “માં ભવાત ગાલયતીતિ' - મને સંસારમાંથી જે પાર ઉતારે, સંસારથી ગાલે તે મંગળ. જેમ ચા અથવા ઘી ગાળવાની ગળણીથી ચા અથવા ઘી ગાળે એટલે કચરો-કચરો ઉપર રહે અને ચા અથવા ઘી ચોખ્ખાં બને તેમ આત્માને કર્મરૂપી કચરા વિનાનો જે બનાવે તે મંગલ કહેવાય છે. દ્રવ્યમંગલ રૂપે જે અક્ષત અને શ્રીફળ આદિ લેવાય છે તેનો અર્થ પણ જાણવા જેવો છે. અક્ષત - અખંડ ફળ આપે છે. શ્રી: ફળ યસ્ય સઃ ઇતિ શ્રીફલ - લક્ષ્મી છે ફળ જેનું તે શ્રીફળ. આવા “લક્ષ્મી ફળને આપનારા' અર્થો હોવાથી સંસારી લોકો સંસારિક શુભ કામકાજમાં તેનો વ્યવહાર કરે છે. શ્રીફળને બદલે કોઈ
૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org