________________
શ્રી સિદ્ધચકની તાત્વિક ભાવના
૩૧૭
એક દેશથી ન થઈ શકે. તેવી રીતે નપદેની આરાધનાથી જે મુક્તિલાભ રૂપ કાર્ય સાધવાનું છે, તે કેવલ (એકલા) એકપદની આરાધનાથી ન સાધી શકાય.
પ્રશ્ન–જ્યારે. આપ એમ કહે છે કે નવપદેની આરાધના મુક્તિ આપે છે, ત્યારે એમ સિદ્ધ થયું કે મુક્તિની પ્રાપ્તિમાં નવપદેની આરાધના કારણભૂત છે પણ તત્ત્વાર્થ સૂત્રમાં તો ૧ સમ્યગ્દર્શન ૨ સમ્યજ્ઞાન ૩ સમ્યફચારિત્ર આ ત્રણ મોક્ષના કારણો છે એમ કીધું છે. જુઓ “ નશાનવારિત્રાળ મોક્ષના” અહીં દર્શનાદિ ત્રણ પદો કહ્યાં, અને બાકીના છ પદે ન કહ્યાં. વલી વિશેષાવશ્યકમાં તો જ્ઞાન અને ચારિત્ર બેજ પદો મેક્ષિના કારણે કહ્યા છે, બાકીના સાત પદો નથી કીધા. જુઓ “જ્ઞાનશિયાખ્યાં મોક્ષ' આ બધું સાંભળતાં મને એ પ્રશ્ન થાય છે કે એક મુકિતપદને મેળવવામાં ઉપર કહ્યા પ્રમાણે ઓછા વધતા કારણે કઈ અપેક્ષાએ કીધા હશે?
ઉત્તર–પિતાની મેળે ગુરૂમહારાજની અપેક્ષા રાખ્યા સિવાય સૂત્રને યથાર્થ આશય નજ સમજાય કહ્યું છે કે રાત્રે સુત્તથા ગુમરી સર્વે ત્રાથી જુમધીનાર માટે પ્રસ્તુત પ્રનના સમાધાનમાં એ સમજવું કે મુક્તિના ઉપર જણાવેલા જે ત્રણ કારણે છે. તે-દર્શનાદિને પામવાના કારણે પંચપરમેષ્ઠિ છે. એટલે પંચપરમેષ્ઠિની આરાધનાથી દર્શનાદિને લાભ થાય. અને દર્શનાદિની આરાધનાથી મુકિત પમાય. એટલે મુક્તિ મેળવવાના પરંપર કારણે પાંચ છે. અને અનંતરકારણું–તપનો ચારિત્રમાં અન્તર્ભાવ કરતાં ત્રણ છે એમ સમજવું. આ અપેક્ષાએ નવપદની આરાધના મુક્તિનું કારણ છે એમ કહેલ છે વિશેષાવશ્યકમાં દર્શનને જ્ઞાનમાં અન્તર્ભાવ કરીને શાજિયાખ્યાં મોક્ષ એમ કહેલ છે બાકી વસ્તુત: મુક્તિના કારણે ઓછા વધતા નથી કીધા-ટુંકામાં તાત્પર્ય એ સમજવું કે નવપદોમાં પણ સમ્યગ્દર્શનાદિ ત્રણની પણ આરાધના છે એટલું તે ધ્યાન બહાર ન જ હોવું જોઈએ કે અરિહંતાદિ પરંપરકારની પરમ ઉલ્લાસથી નિર્મલ સેવનાથી સમ્યગ્દર્શનાદિ અનન્તર કારણોને લાભ થાય છે અને અનન્તર કારણેની સેવનાથી સ્વર્ગાદિ યાવન્મુક્તિપદ પણ મેળવી શકાય છે આ અપૂર્વ ભાવ નવપદની આરાધનામાં સમાયેલો હોવાથી કયો બુદ્ધિમાન પુરૂષ નવપદની આરાધના કરવામાં ઉજમાલ ન થાય? અર્થાત-દુર્લભ એવી મનુષ્ય જીદગીને સફલ કરવા નવપદની આરાધના કરવી જ જોઈએ. કે જેમાં સંપૂર્ણ પ્રકારે મોક્ષના અંગોની આરાધના સમાયેલી છે. આ પ્રસંગે એ પણ સમજવા જેવું છે કે જ્યારે આપણે નવપદમય સિદ્ધચક્રની સાત્વિકી આરાધના કરીશું ત્યારે કર્મોના બંધથી મુક્ત થઈ શકીશું. મહાપુરૂષોએ ત્રણ પ્રકારની આરાધના કહી છે. તે આ પ્રમાણે-૧-સાત્વિકી આરાધના–૨ રાજસી