Book Title: Jain Dharm Vikas Book 01 Ank 11
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 14
________________ ૩૨૦ જૈન ધર્મ વિકાસ નથી રમત.” સાવદ્ય નાવ ક્રીડાંના ર્તા અઈમુત્તા મુનિની તરફ હાસ્યનજરે જેનારાઓને ભગવાન શ્રી “મહાવીરે ઓળભે દીધે તે આજ રહસ્યને આભારી છે. આચાર્ય મહારાજાએ શ્રીવાસ્વામીને ક્ષોભ થવા ન દીધે તે પણ આવા જ હેતુથી, અતીવ ઉંડુ ને દીર્ઘ જેનાર પંડિત—ગીતાર્થ જ કહી શકે કે, અમુક બાલક નિર્દોષ છે. બાકી મેહની ચેષ્ટાઓમાં ગમે તે મહીને મન ગમે તે ફાવતું બાલક પ્રભુ બની શકે છે. કયા રાગીને મન પુત્ર “ભા' અને સ્ત્રી ગુરૂ” બની શકતાં નથી ? આમ છતાં “જયંતી” શ્રાવિકાના પ્રશ્નોત્તરમાં શ્રીભગવંતે અમુકેને ભલા કહ્યા છે, તેમ બાલકને પણ તેમની કાયિક, વાચિક અને માનસિક અશક્તિની દષ્ટિએ, જે “ભલાં કહેવામાં આવે છે તેમાં એ જ વાંધો લઈ શકાય. પણ એ “ભલા” અને “નિર્દોષ” શબ્દોમાં આસ્માન જમીનનું અંતર છે એ કદિપણ ભૂલવું ન જોઈએ. બાલક ગમે છે એ વાતમાં તે કઈએ વજુદ નથી. સંસારની કઈ ચીજ ગમે છે, મનહર લાગે છે, પ્રેમ ઉત્પન્ન કરે છે, વિગેરે વિગેરે એ બધા મેહના ફેદે છે, જ્યારે નિર્દોષતા એ કઈ જુદે જ આધ્યાત્મિક ભાવ છે, કે જે સામાન્યતઃ શાપથમિક જ્ઞાનીઓમાં તારતમ્યથી સંભવે છે, અને સર્વથા ક્ષાયિક જ્ઞાની–સર્વજ્ઞોમાં સંભવે છે. આથી એ સ્પષ્ટ છે કે, સંતે અને બાલકની ચેષ્ટાઓ સમાન હોય છે. એમ કહેનારાઓ આખીય ભીંત ભૂલે છે. સંતોની એકેએક ચેષ્ટા ઉમદા લક્ષ્યને અનુલક્ષી હોય છે, જ્યારે બાલકની એકે ચેષ્ટામાં ઉમદા લક્ષ્ય હેતું નથી. જીવનની જરૂરીયાતે અને બીન જરૂરીયાતને અનુલક્ષી કે અનનુલક્ષી તેઓ ઓઘથી કે અલ્પ જ્ઞાનથી જીવી રહ્યાં હોય છે. પછી ત્યાં પ્રત્યેકમાં નિર્દોષતાની–પ્રભુતાની વાત કરવી એ વ્યર્થ જ છે. એમાં બાલ–અજ્ઞાન “ગુરૂડમરનો દંભ પણ તેમના અંધ ભક્તોથી સેવાતો હોય તે તેમાં નવાઈ નથી, પણ એ તે વળી અતિશય જ વ્યર્થ છે, અને તેથી તે અતીવ અતિ તિરકિરણીય છે. " (૯) વિધવા બહેનો! તમારી કમનસીબીનો પાર નથી. તમારાં દુઃખનાં આંસુ લુછવા આવનારા ઘણાખરા કાંતે સ્વાર્થી હોય છે, અથવા તે અનીતિમાન બદમાસ હોય છે. આમાંના એકે તમારાં દુ:ખને દૂર કરનારા દેતા નથી, વિરૂદ્ધ, તમારા અંતરની આગને સકેરી વધારનારા હોય છે. જાણે કે વિધવાએમાં જ બધું પાપ આવી વસ્યું હોય તેમ તિરસ્કૃત કે પાપી નજરે નિહાળી, જે જગત તેમના વિશે અનેકાનેક પ્રશ્નો ઉઠાવે છે તે જગત, ધર્મને ઓછો વિચાર કરનારી, ધૂર્તને ચંચળ સધવાઓ જે અનીતિ કરે છે અને પિતાના વિધવાપણું માટે જે અનિષ્ટ વારસો મુકતી જાય છે, તે વિષે કેમ કાંઈ એક પ્રશ્ન ઉઠાવતું નથી ? તેમના પતિઓ પોતે પોતાની સ્ત્રીઓના અજ્ઞાનના કારણે સાચા કે કુટુમ્બની આબરૂના કારણે ખેટા બચાવ માટે બેઠેલા છે, તેથી એ પ્રશ્ન

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36