Book Title: Jain Dharm Vikas Book 01 Ank 11
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 27
________________ રાધનપુરમાં બનેલ બનાવ માટે વિચારણા ૩૩૩ રાધનપુરમાં બનેલ અનિચ્છનીય બનાવ માટે વિચારણા કરવા સમગ્ર મહાજનને વિજ્ઞપ્તિ પત્ર, રાધનપુરમાં તા. ૭-૮-૪૧ ના ચોથા પહોરમાં જે ન ઈચ્છવા નો પ્રસંગ બની ગયેલ તેની જેમ લેકેમાં જાણ થતી ગઈ તેમ તેમ લેકની લાગણી દુઃખાતા તેના પડઘા રૂપે તા. ૮-૮-૪૧ નાં વ્યાખ્યાન પ્રસંગે તે બનાવની વ્યાખ્યા થતાં સમૂહના હૃદય ઉપર આઘાત લાગ્યો, જેના પરિણામે આ બાબત મહાજન ભેગુ કરી નિર્ણય કરવો જોઈએ તેમ લોકોના મનમાં આવતા વ્યાખ્યાનની સમાપ્તિ પછી આસરે સે એક વ્યક્તિઓ જ્યાં હમેશા મહાજન એકત્ર થાય છે ત્યાં ( તળી શેરીની ધર્મશાળા) ગયા, અને મહાજન એકઠું કરાવવાની વિચારણું કરી તેમાંથી નવેક જણાનું ડેપ્યુટેશન નગરશેઠના મકાને જઈ તેમને કહ્યું કે સદર બનાવ માટે મહાજન ભેગુ કરવાની અમારી સૂચના છે. નગરશેઠે પ્રત્યુત્તરમાં ખુ સુણાવી દીધુ કે “તમારે મહાજન ભેગુ કરવું હોય તે ભલે કરે, પણ હું આવીશ નહિ.” એટલે ડેપ્યુટેશને કહ્યું કે તમારા વિના મહાજન ભેગુ કરી શકાય જ નહિ, માટે તમારે આવવું જ પડશે, આમ અત્યાગ્રહ કરવા છતાં પણ તેઓએ સંભળાવ્યું કે “મને તોફાનની વધારે ધાસ્તી હોવાથી હું ભેગુ નહિ કરી શકું, પરંતુ તમેને સતેષ થાય તેવું હું કરી આપીશ.” તેથી ડેપ્યુટેશન આશાભેર વેરાઈ ગયું, ત્યારથી તે તા. ૧૭-૮-૪૧ એટલે કે દશ દિવસ સુધી આ બાબત કાંઈ પણ હિલચાલ થયેલ ન હોવાથી આ નીચે મુજબ એક પત્ર નગરશેઠ તરફ “સમગ્ર મહાજનને વિજ્ઞપ્તિ પત્ર” સાથે એકલી મહાજન એકત્ર કરી વિચારણા કરવા વિનવણું કરાયેલ છે. . વારાહ તા. ૧૭-૮-૧૯૪૧ શ્રી માનનીય શ્રેષ્ઠીવર્ય પન્નાલાલભાઈ અરિમર્દનભાઈ નગરશેઠ આદિ સમગ્ર મહાજન સમુદાય. વિજ્ઞપ્તિ સહ નિવેદન કે આ સાથે “સમગ્ર મહાજનને વિજ્ઞપ્તિ પત્ર” એ. હેડીંગ નીચે પત્ર પાઠવેલ છે. તે પત્ર મહાજનના આગેવાન સભ્યોને અને સમગ્ન મહાજનને એકત્ર કરી વંચાવવા અને મહેરબાની કરી મહાજન સમુદાયમાં સદર હકીક્ત વિચારણા માટે રજુ કરી ભવિષ્યમાં આવા કડવા પ્રસંગે ન બને તે માટે યોગ્ય કરવા આપ શ્રીમાન વ્યવસ્થા કરવા મહેરબાની કરશે. તા. ૧૭-૮-૪૧, રવિવાર. લી:– - લખમીચંદ પ્રેમચંદ શાહ, મહાજનના વિનીમય સભ્ય અને આગેવાન નેટ આ પત્ર સમગ્ર મહાજન પ્રત્યે હિઈ જાહેર જે હોવાથી તેને પ્રકાશન કરવાનો અમારો હકક અખંડ રહે છે, જેની નેંધ લેશેછે.

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36