Book Title: Jain Dharm Vikas Book 01 Ank 11
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 29
________________ • રાધનપુરમાં બનેલ બનાવ માટે વિચારણું ૩૩૫ ઉપરોક્ત રીતે ગુરૂદેવ પ્રત્યે અપમાનજનક બલવાનું મી. શાન્તિલાલનું પગલુ, અને ખેટે પ્રચાર કરી મુનિવર્યને વગેવવાનું નગરશેઠનું પગલું કઈ પણ રીતે પસંદ કરવા જેવું નથી, તેટલુજ નહિ પણ સમુહના સંગઠ્ઠનથી આવા અનિચ્છનીય પ્રસંગ માટે જે ગ્ય વિચારણા કરવામાં નહિ આવે તે રધનપુરના સમગ્ર જનનું આ બનાવને સમર્થન છે, એમ બહારનું જૈન જગત માનશે. તેથી હારી આપ આગેવાને આદિ સમગ્ર મહાજનને વિનીમય વિજ્ઞપ્તિ છે કે આ પ્રસંગ માટે મહાજન એકઠું કરી તેમાં મહારે આ વિજ્ઞપ્તિ પત્ર રજુ કરી બનેલ બનાવના સાથે સંબધ કર્તા વ્યકિતઓથી હકીક્ત જાણુ ભવિધ્યમાં આવી રીતે પૂજ્ય મુનિગણની અવગણના કે આશાતના ન થાય તે માટે મહાજન ગ્ય નિર્ણય કરવા મહેરબાની કરશોજી. એજ વિજ્ઞપ્તિ. વારાહિ તા. ) લી:– ૧૭-૮-૧૯૪૧, લક્ષ્મીચંદ પ્રેમચંદ શાહ, . રવિવાર. _) મહાજનના વિનીમય સભ્ય અને આગેવાન. ઉપરોક્ત પત્ર તા. ૧૮-૭-૪૧ ના ત્રીજા પહેરમાં નગરશેઠને એક્ષપ્રેસ ડીલીવરીથી ટપાલ દ્વારા મતે, કે તરત જ તેની અસર તેમના ઉપર થઈ અને શાન્તિલાલને ખૂબ ખૂબ સમજાવી બે આગેવાન વ્યક્તિઓ સાથે તેજ દિનના સાંજે તેમને આચાર્ય દેવ પાસે મૂકી, તા. ૭-૮-૪૧ ના સાંજના બનેલ બનાવ માટે વંદનાપૂર્વક માણી યાચી અને ગુરૂદેવે ક્ષમાપના આપી. પરંતુ તે પ્રશ્ન સંઘે ઉપાડેલ હોવાથી આ માણીની જાહેરાત ચતુર્વિધ સંગ સમક્ષ વ્યાખ્યાનમાં કરાવવાનું રાખેલ, તે મુજબ તા. ૧૯-૭-૪૧ (અઠ્ઠાઈધર) ના વ્યાખ્યાન સમયે નગરશેઠે ચતુર્વિધ સંઘ બરાબર સાંભળી અને સમજી શકે તેથી સંઘ સમક્ષ શાન્તિલાલની માફી બાબત જાહેર કરવાની મુનિશ્રી વિકાશવિજ્યજીને વિજ્ઞપ્તિ કરતાં તેમણે જણાવ્યું કે તા. ૧૮મીના સાંજના શાન્તિલાલ જીવનલાલ મસાલિયા બે ગૃહસ્થ સાથે આચાર્ય મહારાજ પાસે આવી, વંદનાપૂર્વક પિતાને અપરાધ ખમાવી માફી યાચી હતી, આચાર્ય મહારાજે શાંતિલાલના અપરાધની ક્ષમા આપી હતી. બાદ ગુરૂદેવે કહ્યું કે ઉપસર્ગો સહન કરવા એ અમારો સાધુ ધર્મ છે, પણ આ બનાવથી સમસ્ત સંઘને દુઃખ ઉપજ્યુ હતું, અને સંઘમાં ખટરાગ જાગ્યું હતું, પરંતુ આવા સર્વોત્તમ ધાર્મિક પર્વમાં સંઘમાં ખટરાગ ન રહે, અને એક ચિત્ત ધાર્મિક પર્વ સકળ સંઘ નીવિદને ઉજવે, એવી આશા પ્રદર્શિત કરી હતી. જે કે પત્રમાં લખેલ સૂચના મુજબ તેની વિધિ થયેલ નથી પરંતુ પત્ર મલતાની સાથે જ પર્યુષણ પર્વના મંડાણ થયેલ હોવાથી આ વિધિ કરવામાં વિલંબ થાય એ સ્વાભાવિક છે. જેથી આશા રાખીએ છીએ કે આ પત્ર ઉપર હવે પછી મહાજન એકત્ર કરી નગરશેઠ આદિ મહાજનના આગેવાને વિચારણું કરાવશે એજ અભ્યર્થના,

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36