Book Title: Jain Dharm Prakash 1952 Pustak 068 Ank 08 Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન ધર્મ પ્રકાશ બદલે ખર્ચવાને, નાણાંના ખાતા પડાવવાને બદલે ખાતાંઓ બંધ કરાવવાને, પૈસાના સરવાળા અને ગુણાકાર કરવાને બદલે બાદબાકી અને ભાગાકાર કરવાને પ્રયાસ કરવો જોઈએ. આવી રીતે જીવનવ્યવહાર બદલવાથી તેનો ભાર ઓછા થઈ જશે અને એક ભારરહિત જીવન સુખ અને સંતોષમાં ગાળી શકાશે. * વૃદ્ધાવસ્થામાં માણસે કેવી દિનચર્ય પાળવી? શું ખાવુંપીવું ? કેવા ઉપચારો કરવા? કેવું વાંચન-શિક્ષણ રાખવું વિગેરે હકીકતો સ્વાનુભવથી સંક્ષિપ્તમાં હું ટાંકે છે. પોતાના સંજોગે પ્રમાણે આ સૂચનાઓનો અમલ કરવાથી હું માનું છું કે વૃદ્ધ માણસ આનંદથી જીવન ગુજારી શકશે. માણસે બની શકે તેટલે દરજજે શહેરના ઘોંઘાટવાળા ભાગથી શહેર બહારના Úટ જેવા શાંત હવાવાળા ભાગમાં રહેવાને પ્રબંધ કરવો, તેથી મગજને શાંતિ મળે અને સહેલાઈથી બહાર હરવા ફરવાનો અવકાશ મળે. ન હમેશાં વેલાસર સૂવાનો નિયમ રાખ. ઊંઘ ન આવે તો પણ આરામ માટે સવું. સવારના વેલાસર ઉઠવાને અભ્યાસ પાડવા. ઉડીને પ્રભુનું સ્મરણ કરવું. સારા સ્તવને તેત્રે વિગેરે શાંતિથી બલવા, તેના અર્થનું મનન કરવું. જ્ઞાનસાર, વૈરાગ્યશતક જેવા અધ્યાત્મના પુસ્તકોમાંથી અમુક કે પસંદ કરી તેનું મનન અને નિદિધ્યાસન કરવું. એક મુનિમહારાજે મારા મંદવાડમાં મને સૂચના આપી હતી કે તમે ઘણું વાંચ્યું, લખ્યું છે, માટે હવે શરીર અસ્વસ્થ હોય તે બધું છોઈ ઘો અને વાંચેલા વિષયનું ચિંત્વન કરો સવારે રોજ બહાર ફરવાને નિયમ રાખ. જેટલું બની શકે અને શરીરને થાક ન લાગે તેટલું ખુલ્લી હવામાં ચાલવું. ટટ્ટાર રહીને ચાલવું. ઘરડાની જેમ વાંકા વળીને ન ચાલવું. ટટ્ટાર રહીને ચાલવાથી ફેફસાને કામ મળે છે. ફેફસાને જે ભાગ બીજા સમય દરમ્યાન ઉપચાગ વિનાને રહ્યો હોય છે, તે સારી રીતે કામ કરતાં થાય છે. ખુલ્લી હવામાં ફરવા જતાં દરમ્યાન કોઈ સાથે બોલવાનું બની શકે તેટલું બંધ રાખવું. બોલવાથી ફેફસાંને થાક લાગે છે, જેની અસર હદય ઉપર પણ થાય છે. બપોરે જમ્યા પછી, સૂવાનો નિયમ રાખે જેથી ખાધેલો ખોરાક સહેલાઈથી પચી જાય. સાંજના ઈછા થાય તો થોડું ઘણું ફરવું. સમાન વય અને સ્વભાવવાળા મિત્રો સાથે બેસવું ઉઠવું. કલબમાં આનંદ આવે તો તેમાં થોડોક સમય પસાર કરે. સાંજના જમવાનું ઓછું રાખવું. જમ્યા પછી ઘરના નાના મોટા માણસો સાથે બેસી વાર્તાલાપ કર, અનુભવની વાતો કરવી, બની શકે તો સારા રાગમાં નાના ભાઈઓ અને બહેને પાસે પદ, માંગલિક સ્તોત્રો વિગેરે ગાવા ગવરાવવા. સૂતા પહેલાં આવું શ્રવણ એક દૈનિક (પુષ્ટિકારક દવા ) તરીકે કામ કરે છે, અને રાત્રિ શાંતિ અને આનંદમાં પસાર થાય છે. For Private And Personal Use OnlyPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28