Book Title: Jain Dharm Prakash 1952 Pustak 068 Ank 08
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ વૃદ્ધત્વમીમાંસા uc પિBSFSFERBFSFSFEREST RETURNSHU શ્રીયુત જીવરાજભાઈ ઓધવજી દેશી પાંચેક વર્ષ ઉપર શ્રી જૈન ધર્મ પ્રકાશમાં મે વૃદ્ધત્વમીમાંસા ઉપર ત્રણેક લેખો લખ્યા હતા. હવે તે જ વિષય ઉપર કાંઈ વિશેષ અજવાળું પાડવા માટે : આ લેખ લખવામાં આવે છે. પાંચેક વર્ષ ઉપર મેં લેખ લખ્યા ત્યારે મારી ઉંમર આશરે સીત્તેર વર્ષની હતી. હવે પંચોતેર વર્ષ પૂરાં કર્યા છે. પહેલાના. - લેખે સત્તર વર્ષ પછી અને હવેનો લેખ પંચોતેર વર્ષ પછી વૃદ્ધ માણસોએ છેકેમ રહેવું ? જીવનદષ્ટિ કેવી રાખવી? જીવનને એક ભારરૂપ કરવા કરતાં કેવી આ રીતે ઉગી સુખી-સંતેષી જીવન બનાવવું, તે હકીકત કેટલાક સ્વાનુભવ ' ઉપરથી અને કેટલાક વાંચન પછી દર્શાવવાનો આ મારો પ્રયાસ છે. માણસ ઉમર લાયક થાય છે. વૃદ્ધ થાય છે. જીવનના પંચોતેર જેટલા વર્ષો ૧ પસાર કરે છે, ત્યારે શરીર ક્ષીણ થાય છે, ઈદ્રિયે કામ કરતી નથી, આંખે . * ઓછું ભળાય છે, કાને ઓછું સંભળાય છે, ચાલતાં પગ લથડાય છે, હાથ પૂરા કે કામ આપતા નથી, આવી રીતે શરીર ક્ષીણ થયા પછી, ઘણુ વૃદ્ધ માણસ, - ઈચ્છે છે કે-આ શરીર છૂટી જાય તો દુઃખને પાર આવે. આવી ઈચ્છા વ્યાજબી નથી, રાખવા જેવી નથી. આપણે તે કર્મના અચલ નિયમમાં માનનાર છીએ, . આપણને જે સુખ દુઃખ મળે તે આપણા પૂર્વ કર્મોનું ફળ છે, જે કર્મ ભોગવ્યા વિના છૂટકે નથી. વળી આપણે તો આયુષ્ય કર્મને પણ માનનાર છીએ. માણસનું આયુષ્ય નક્કી થયેલ છે, તેમાં જરા પણ વધારો થતો નથી અને તે - સામાન્ય રીતે ઘટાડો પણ થઈ શકતું નથી. બીજુ આ દેહ છોડ્યા પછી આથી ' સારો દેહ મળશે એની આપણને ખાત્રી નથી. બીજા દેહ વખતે બંગલા, મોટર વિગેરે બધી અનુકૂળ સામગ્રીએ મળવાની કોઈને ખાત્રી નથી. ટૂંકામાં દેહ | ક્ષીણ થાય અને પૂરુ કામ ન આપી શકે તે વખતે દેહને છોડવાની અને અન્ય દેહ મેળવી સુખી થવાની અભિલાષા રાખવી અસ્થાને છે. : આવી વિષમતા શરીર અને મન વચ્ચે થવાનું કારણ એ છે કે શરીરને . જેવો પરિપાક ઉમરને લીધે થાય છે તે પરિપાક મનને થતું નથી. જીવન દરમ્યાન આપણે ઇંદ્રિયોના વિષયને વશ રહ્યા હોઈએ છીએ. ઇંદ્રિયોને વશ કરવાને બદલે આ પણ ઇંદ્રિયેના દાન બન્યા હોઈએ છીએ. એટલે શરીર જ્યારે આરામ માગે છે ત્યારે મન તે પરિપકવ ન થયેલ હોવાથી, વિશેષ સુખના નવા નવા તરંગો અને મનોરથ કરતું હોય છે, આવી રીતે શરીર અને મનના પરિપાકમાં વિષમતા હોવાથી જીવનના બંને ચકો સરખા ચાલતા નથી, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28