Book Title: Jain Dharm Prakash 1952 Pustak 068 Ank 08 Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વૃદ્ધત્વમીમાંસા. ૧૫૯ અને જીવન સરખું વહેતું ન હોવાથી પ્રતિકૂળતાવાળું દુઃખમય જણાય છે. સમજુ માણસે ઉમર થતાં મનને વશ કરતા શીખવું જોઈએ. જેને આપણું શાસ્ત્રકારો સંયમ કહે છે, તે સંયમ પ્રાપ્ત કરવા જોઈએ. અને આ સંયમસમભાવ મેળવવાને ઉચિત ધર્મક્રિયાઓ-સામાયિક, દેવપૂજા, ધર્મશ્રવણ, વાંચન રાખવું જોઈએ ઘણીવાર એવો અનુભવ થાય છે કે શરીર અસ્વસ્થ હોય, બેસવા ઉઠવાની પણ શક્તિ ન હોય ત્યારે મનને આવા વાંચન, લેખન આદિ વ્યાપારમાં રેક્વામાં આવે ત્યારે શરીરના બધા દર્દો ભૂલી જવાય છે અને એક જાતને આનંદ અને સંતોષ અનુભવાય છે. માણસે જીવનની પ્રવૃત્તિના જૂદા મૂલ્યાંકન કરવા જાણવું જોઈએ. પાછલા જીવન ઉપર દષ્ટિપાત કરવો જોઈએ. બાલ્યાવસ્થા, યુવાવસ્થા અને પુખ્ત અવસ્થા ઉપર નજર નાંખતા તેને જણાશે કે બાહયાવસ્થાના ઘણા વર્ષો તે સમજ વિનાની મૂર્ખાઇભરેલી લાગે તેવી પ્રવૃતિમાં ગયા છે. યુવાવસ્થા પસ મેળવવા આદિના ધમપછાડવાળા કામમાં ગયેલ છે. ત્યારપછીની પુખ્ત અવસ્થા, કુટું બજાલ આદિ આધિ, વ્યાધિ અને ઉપાધિમાં પસાર થયેલ છે. બાલ્યાવસ્થા અને પુખ્ત અવસ્થા પસાર કર્યા પછી વૃદ્ધાવસ્થા આવે છે, તે અવસ્થામાં ઉપાધિ નથી, શતિ છે, રળવા ખપવાની જંજાલ ચાલી ગઈ છે. આ અવસ્થામાં કુરસદ છે, સ્વતંત્રતા છે, ઘડીયાલને ટકોરે જાગવાનું, ઉઠવાનું કે કામ કરવાનું નથી. આવી વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થાય ત્યારે માણસે શા માટે ભાવના ન કરવી કે હાશ હવે હું સંસારરૂપી સમુદ્રના તોફાનમાંથી બહાર આવ્યો છું. સમુદ્રના તેફોનમાંથી કિનારા પર આવતાં જેવો માણસને આનંદ થાય તેવો આનંદ વૃદ્ધ માણસને થવો જોઈએ, અને વૃદ્ધાવસ્થા સંતાપ અને દુઃખના કારણને બદલે આનંદ અને સંતેષનું કારણ બનવું જોઈએ. વૃદ્ધ માણસે પોતે જીવનદષ્ટિ બદલવી જોઈએ. પિતાના શરીર અને પિતાના કટુંબને સર્વસ્વ માનવાને બદલે, સમાજ અને દેશને પિતાના માનતા શીખવું જોઈએ. બીજાના દુઃખે દુઃખી અને બીજાના સુખે સુખી થવાની ભાવના રાખવી જોઈએ. આપણુ શાસ્ત્રકારો મૈત્રી ભાવના, પ્રમાદ ભાવના, કરુણુ ભાવના અને માધ્યસ્થ ભાવના ભાવવાને જે ઉપદેશ આપે છે તે જીવનમાં ઉતારતા શિખવું જોઈએ. આવી રીતે બીજા પ્રાણીઓ અને મનુષ્યો તરફ દૃષ્ટિ રાખતાં તેનો પ્રત્યાઘાત આપણું ઉપર પડે છે અને તેઓના અંત:કરણની શુભ ભાવનાઓ આ પણને સુખ અને સંતોષ આપનાર બને છે, માટે વૃદ્ધ માણસેએ જીવનદષ્ટિ ઉદાર કરવી, અને સર્વ પ્રાણીઓનું હિત ઈચ્છવા સતત પ્રયત્ન કરવો જોઈએ. બીજી એક હકીકત- આખું જીવન માણસ રળે છે, પૈસે એકઠા કરે છે, બેંકમાં ખાતા રખાવે છે. હવે વૃદ્ધાવસ્થામાં તે ક્રમ બદલાવો જોઈએ. રળવાને For Private And Personal Use OnlyPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28