________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેં વ્યવહાર કૈશલ્ય છે.
શિર૯ (૩૮૩) IS પિતાના હરીફની હારને પોતાની જીત ગણ્યા વગર તેની યોગ્ય કિંમત આંકે ત્યારે હૃદયની સર્વથી વધારે કરોટી થાય છે.
માણસની પરીક્ષા કરવાના જુદા જુદા સમય છે. જ્યારે તમારા હરીફની શીકસ્ત થઈ હોય તેને તમારી જીત ગણી લો ત્યારે એ પરીક્ષામાં તમે નિષ્ફળ નીવડ્યાં છે એમ ગણાય. તમારે અનેક પ્રકારના હરીફ હોય છે, કેઈ ધનની બાબતમાં તે કઈ વખતની બાબતમાં, ઘેડાની રેસમાં કઈ હરીફ હોય. ઘેડ બેસનાર તમારે હરીફ હોય અથવા જયાં ત્યાં ખરીદી કરેલે તમારી માયુસ તમારા હરીફ થઈ બેઠેલો હોય, એ કદાચ હારી જાય. તેની હાર વખતે તમને તમારી જીત ન લાગવી જોઇએ, એટલે તમારે હરીફ પડ્યો તેમાં તમે જીતી ગયા છે, એમ ન સમજે, અને એને અનુસાર વર્તન કરે, તમારા હરીફ માટે વાત કરી તે તે વખતે તમારા હૃદયની ખરેખરી પરીક્ષા થાય છે. તમારે તમારા હરીફ પ્રત્યે તે સારી હરીફાઈ બતાવવી ઘટે. તેને બદલે તેની વાતમાં તમે રસ લે. એટલે એ કઈ બાબતમાં બીજા સાથે હારી ગયું હોય તે વાતને તમે મોટું રૂપક આપી, તેની વાત વધાર્યા કરે, તે તમે જાતે જ નીચ છો એમ લાગે. તમે તમારા હરીફની હાર કે જીત બીજા સાથે થઈ કે નહિ તે વાતની બેદરકારી રાખે તો તમે મોટા દીલના આદમી છે એમ લાગે અને તમે તે વાતને કાંઈ પણ રૂપક ન આપો તે તમે ઉદાર સ્વભાવના આદમી દો એમ જસ્થાય. તમારી મહત્તા એ વાતને મેટી કરવામાં કે તમારી છત તેના પર થઈ ગઈ છે એમ જણાવવામાં નથી. તમારે તે એ વાતને દાબી દેવી જોઈએ, કારણ કે બીજા માણસ સાથે હાર થઈ એમાં તમારી છત નથી, પણ તમારે તે રમતીયાળ માણસને આશય રાખ ધટે અને ખેલદીલી બતાવવી જોઈએ, એને બદલે તમે જાણે મેટે વિજય મેળવ્યો હોય એવી વાત કરે, તે તમારી એ ખેલદીલી સૂઈ જાય છે અને તમે સામાન્ય જનતાના માણસ છે, અને તમારા હરીફને તોડી પાડવાની દરેક તકને લાભ લે છે એમ લાગે. આ વાતમાં તમારા હૃદયની પરીક્ષા અને તમે ખેલદીલ કેવો છે તે જણાઈ આવે છે. એ રમતમાં તમે ભાગ લીધો નથી, એટલે તમને એની સાથે કાંઈ લાગતું વળગતું નથી, છતાં તમે તેનું ક્રેડીટ(માન ) થી અથવા લેવા દીલ બતાવો એ તમારી હલકાઈ બતાવે છે. જો તમે ખરેખરા ખેલદીલીવાળા હા, તે તમે એ વાતને જરા પણ રૂપક ન આપે, અને એ વાત બની જ નથી એટલી ઉદારતા કે નિરપેક્ષતા રાખે, એને માટે તમારા હરીફને કોઈ બીજા માણસ સાથે લડત અને પડતો જુએ તેમાં રસ લે અને એ વાતને રૂપક આપો ત્યારે તમારી ખેલદિલી ક્યાં રહી? માટે સમજુ માણસે પિતાની પરીક્ષા થવા દેવી ન હોય તો હરીફની હારમાં રસ ન લે અને ખાસ કરીને તે બીજ સાથે લડતા હોય તે તેમાં રસ ન લે, તેની હારની વાત વધારવી નહિ અને ખેલદીલી દાખવવી તેમાં સરવાળે લાભ છે અને પરીક્ષામાં પસાર થવાપણું છે.
The hardest trial of the heart is whether it can beer rival's failure without triumph.
Ailein.. ( ૧૭૧ )
For Private And Personal Use Only