________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૦ બી એન ધમ પ્રકાશ
[ જેઠ अक्षरद्वयमप्येतत्, श्रूयमाणं विधानतः।
गीतं पापक्षयायोचैः, योगसिद्धर्महात्मभिः ॥ १॥ , ઉકષ્ટ પ્રકારના થોગસિદ્ધ મહાત્માઓના ફક્ત બે જ અક્ષરો સહભાવથી વિધિપૂર્વક સાંભળવામાં આવે અને સાંભળ્યા પછી ધારણ કરવામાં આવે તે પાપને ક્ષય કરે છે.
રાજમાતા–મહારાજ! ખરી વાત, એ વચનની કિંમત આંકી શકાય જ નહિ, કહેવાય છે કે –
એક વચન એ સદૂગુસકેરે, જો બેસે દિલમાંય રે પ્રાણી, નરકગતિમાં તે નહીં જાએ, એમ કહે જિનરાય રે પ્રાણી.
સદ્ગુરુ વંદન નિત્ય નિત્ય કરીએ. સુદેવ–માતાજી! મને તે જતા જતામાં આ લાભ મળી જાય છે એટલે મારે મન તે પેગડે પગ અને બ્રહ્મ ઉપદેશ” જેવું થાય છે.
રાજમાતા–વિવેકી વિક! તમે સદ્ગુણી ને પુણ્યશાળી છે.
સુદેવ– માતાજી ! સાચે બ્રાહ્મણ સ્તશાસ્ત્રનું શ્રવણ કરવામાં આનાકાની કે વિલંબ કરતા નથી. તેમજ તે રસામૃતનું પાન કરતાં જરાપણ કરતા નથી, માટે જ કહ્યું છે કે “માનવું વિજ્ઞાન વિમતિ યુતન'' સુજ્ઞ જેવો બ્રહ્માનંદ પ્રાપ્ત કરવામાં કઈ રીતે ડરતા નથી. કેમકે આ-વાણીરૂપ આનંદમાં નિગૂઢ તાત્પર્ય સમાયેલું છે.
દમયંતી-માસીબા! વિપ્ર સુદેવજી એક સંસ્કારી આત્મા છે, આજે તેમણે સાચો ધર્મ જા છે.
સુદેવ-માતાજી. અમે બ્રાહ્મણ ધર્મના શબ્દ અનુષ્ઠાનો સેવીએ છીએ. સર્વ જીવને નિર્દોષ ન્યાયની અદાલતને આશ્રય લેવાનો હોય છે. સાચે લાહ્મણ પવિત્ર જીવન ગાળી એ નિર્દોષ અદાલતમાંથી જ ન્યાય મેળવી શકે સર્વને સુખ પ્રિય છે, જેથી સુખ આપનારે જ સુખ મેળવી શકે, સર્વને જીવન પ્રિય છે, જેથી જીવનદાન આપનાર જ જીવનદાન મેળવી શકે. આવી નિર્મળભાવથી ભરેલી એ અદાલતમાં કોઈનો પક્ષપાત નથી, એ નિર્પક્ષી છે.
| (ચાલુ)
આપે ન વાંચ્યું હોય તે અવશ્ય વાંચશે શ્રી સીમંધર શોભાતરંગ પ્રાચીન રાસને સુંદર નમૂને, ભાવવાહી કાવ્યશૈલી અને કામગજેન્દ્રકુમારનું ચમત્કારિક ચરિત્ર પાકું બાઈડીંગ, ૩૨૦ પૃષ્ઠ, મૂલ્ય રૂા. બે
લખેશ્રી જૈન ધર્મ પ્રસારક સભા-ભાવનગર
For Private And Personal Use Only