Book Title: Jain Dharm Prakash 1952 Pustak 068 Ank 08
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 16
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬૮ શ્રી જન ધર્મ પ્રકાર બધા સાધુ સાધ્વીઓ સંપૂર્ણ જ્ઞાન દર્શનને પામેલા નહીં હોવાથી એટલે કે છઘસ્થ અવસ્થાવાળા હોવાથી તેમનું ધાર્વિક સ્વાથ્ય જળવાય એ હેતુથી તેમજ તેમને અનાર્ય દેશની સ્પર્શનાનો ઉદય નહિ હોવાથી પ્રભુ અનાર્ય દેશમાં વિહાર કરતા નથી. તીર્થંકર દેવ જે જે ક્ષેત્રની સ્પર્શનાને ઉદય હોય તે ક્ષેત્રમાં પધારે છે, ભગવંત રૂષભદેવજીને આ અનાર્ય બને ક્ષેત્રની સ્પર્શના ઉદય હતા તેથી તેઓ બંને પ્રદેશમાં વિચાર્યા હતા. પરંતુ કોઈ તીર્થંકરદેવને અનાર્ય ક્ષેત્રની સ્પર્શના ઉદય ન હોય તે તેમને ત્યાં જવાનું કારણ નથી. ભગવંત મુનિસુવ્રતસ્વામી અનાર્ય ક્ષેત્રમાં વિચરતા નથી જેથી જણૂાય છે કે-ભગવંતને અનાર્ય ક્ષેત્રની સ્પર્શના ઉદય નહીં હોય. જે તીર્થંકરદેવને અનાર્યનાં ભયરૂપી કમ ભોગવવાનાં હોય તેમને અવશ્ય અનાર્ય ક્ષેત્રમાં જઈ તે કમ ભોગવી મુક્ત થવું પડે. પરંતુ જેણે એ કર્મ ખપાવી નાખ્યા છે તેમને ત્યાં જવાની જરૂર રહેતી નથી, દમયંતી- માસીબા ! આપનું કહેવું યથાર્થ છે. પ્રભુને અનાર્ય દેશમાં ભોગવવાનું કે કર્મ બાકી નથી એટલે તે તરફ વિચરવાની સ્વભાવથી જ જરૂર રહેતી નથી. વીતરાગ દશાને પ્રાપ્ત થયેલા હોવાથી તે દેશ તરફનો રાગ દ્વેષ તેમને ન જ હોય. ઈંદુમતી-માતાજી ! ધન્ય ભાગ્ય હોય તેને જ પ્રભુનાં દર્શન થાય. સુનંદા-માજી! આજે અમારું જીવન ધન્ય છે કે પ્રભુના દર્શનને યોગ અમારી જિંદગીમાં આ પહેલી જ વખત થાય છે. કેટલો મહાન લાભ? રાજમાતા–બેટા ! પ્રભુનાં દર્શનનો લાભ વર્ણવી શકાય નહિ. એ દર્શનથી ઘણા છે સમકિતને પ્રાપ્ત કરી, પરિસંસારી બની, કર્મને ક્ષય કરી મોક્ષ મેળવે છે. આ અપૂર્વ મહિમા પ્રભુના દર્શનનો તથા વાણીને છે. તેથી જ કહ્યું છે કે – दर्शनं देवदेवस्य, दर्शनं पापनाशनं । दर्शनं स्वर्गसोपानं, दर्शनं मोक्षसाधनं ।। . દમયંતી–માસીબા ! મને જવાને જરા વિલંબ તે થશે, પરંતુ પ્રભુના દર્શન અને વાણીને લાભ લઈને જ જાઉં તે જ ઈષ્ટ છે. રાજમાતા-બેટા ! હવે કાંઇ વાર નથી. ચાલીએ તેટલી જ વાર છે. પ્રભુનાં દર્શન કરીને તમે સા સુખેથી સિધા. વિપ્ર સુદેવજી તરફ જોઇને મહારાજ ! તમે અમારા પ્રભુના દર્શન કરવા આવો છે? સુદેવ-માતાજી! ઘણી ખુશીથી હું પણ તમારી સાથે જ આવીશ, એ તમારા પ્રભુ છે એમ નથી, પણ જગત આખાના પ્રભુ છે. એ જ સાચો બ્રાહ્મણ એટલે અમને જાણવાવાળા અને સાચા આચાર્યું છે, એ જ સાચો અગ્નિહોત્રી અને યજ્ઞને પાલક છે, આવા પુરુષને મેં સમાગમ કર્યો છે, તેમની વાણી સાંભળી છે, તેમ જ તેમના જ્ઞાન અને કમયોગનો પણ મેં અભ્યાસ કર્યો છે. અમારા પૂર્વજો આવા પુરુષને સમાગમ કરતા આવ્યા છે અને એ સમાગમને પરિણામે તેમના અનુયાયી પણ ઘણુ બન્યા છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28