Book Title: Jain Dharm Prakash 1952 Pustak 068 Ank 08
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 15
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૮ મે ] શું એ હાર ટોડલે ગળી ગયે ? ૧૬૭ કે આપણા માલતી નામના ઉદ્યાનમાં ભગવાન શ્રી મુનિસુવ્રતસ્વામી સપરિવાર પધાર્યા છે. આ સમાચાર સાંભળતાં જ સૈ ઘણા ખુશી થયા અને પ્રભુના દર્શનાર્થે જઈ તેમની અપૂર્વ વાણીને લાભ લેવા સાએ નિશ્ચય કર્યો. મંત્રીશ્વરને રાજાએ આ વધામણીમાં સારી પહેરામણી કરી. રાજમાતા–બેટા, દમયંતી ! તારી શી ઇચ્છા છે? દમયંતી–માસીબા ! પ્રભુનાં દર્શન કરી તેમની વાણી સાંભળીને પછી હું વિદાય થવાની ઇચ્છા રાખું છું. મહ૬ પુણ્ય મળેલો આ લાભ જતો કરી શકાય નહિ. અનાયાસે પ્રાપ્ત થયેલું સંતપુરુષેની વણીનું આલંબને કેમ જતું કરી શકાય ? રાજમાતા બેટા! તેં બહુ જ સારો વિચાર કર્યો. ઘણુ કાળે પ્રભુ આ તરફ પધાર્યા છે. આજે આપણો દેશ અને રાજ્ય પવિત્ર થયાં છે, આપણાં સદભાગ્ય છે કે પ્રભુના દર્શનને આ યોગ આપણને અનાયાસે મળે છે. ઇંદુમતી–માતાજી! પ્રભુનાં દર્શન કરવાની અમને ઘણી હોંશ છે. સુનંદા–માતાજી. માતાજી ! જેનું આપણે હમેશાં ધ્યાન ધરીએ છીએ, તે પ્રભુ કેવા હશે? મારી જિંદગીમાં તે પરમાત્માને જોવાનો આ પ્રથમ પ્રસંગ છે. રાજમાતા-બેટા! ભગવાન આ વખતે ઘણુ લાંબા કાળે આ તરફ પધારે છે. તારા જન્મ પછી તેઓ આ તરફ પધાર્યા નથી, જેથી તેમનું પવિત્ર ર્શન તને ક્યાંથી થયું હોય? સુનંદા–માજી ! પ્રભુ આપણા દેશ તરફ આમ લાંબે કાળે કેમ આવતા હશે? રાજમાતા-બેટા ! આપણા દેશની આજુબાજુ કેટલાક અનાર્ય પ્રદેશ છે. એટલે જિનેશ્વરદેવ જ્યારે આપણી પાસેના આર્ય પ્રદેશ તરફ વિચરતા હોય ત્યારે આ તરફ આવી ચઢે છે, પરંતુ બીજી તરફ વિચરતા હોય ત્યારે અનાર્ય પ્રદેશમાં થઈને આ તરફ પધારવું બહુ મુશ્કેલ છે, એટલે આપણે દેશને તેમને લાભ છેડે મળે છે. સુનંદા—માતાજી ! અનાય પ્રદેશમાંથી આપણુ પ્રદેશમાં કેમ ન આવી શકાય ? રાજમાતા–બેટા! આવી શકાય ખરૂં પરંતુ અનાર્ય પ્રદેશમાંથી પસાર થતાં સાધુપુરુષોને ઘણું સંકટ વેઠવું પડે છે. અનાર્ય પ્રજા માંસાહારી હોવાથી આહાર-પાણીની મુશ્કેલી, નિર્દય મનુષ્યને ભય, ક્રર પ્રાણીઓનો ભય, નાસ્તિક નૃપતિઓ અને પ્રજાને ભય. આવા બીજા ઘણુ ઘણુ ભયો આ પ્રદેશમાંથી પસાર થતાં સાધુપુરુષને વેઠવા પડે. સુનંદામાજી ! પ્રભુને ભય કે ન હોય ? ભય રાખે તે પ્રભુ કેમ કહેવાય ? રાજમાતા–એટા પ્રભુને કોઇને ભય હોતો નથી, તેઓ સદા અમય જ હોય છે, તેમનું શરીર-સઠાણ એવું હોય છે કે તેમને કેઈ ઉપદ્રવ કરી શકતું નથી. ચરમશરીરી અને તે જ ભવે મોક્ષમામી હોવાથી સર્વ પ્રકારના કલેશે-ઉપદ્રને તેઓ તરી ગયા હોય છે, એટલે સર્વ સ્થાને સર્વકાળે જિનેશ્વરદેવ સદાય નિર્ભય જ હોય, પરંતુ તેમની સાથેના For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28