________________
Shri Mahavir Jain Aradhana Kendra
ન
www.kobatirth.org
પ્રશ્નોત્તર.
૨૪૧
ઉત્તર---જૈનધર્મ માં સૂર્યને ફરતા માનેલ છે. ચદ્રને પણ ફરતા માનેલ છે. અઢીદ્વીપની અંદર રહેલા સૂર્ય ચંદ્ર તેની નિર્માણ થયેલી ગતિ પ્રમાણે તેના નિર્ણિત માર્ગો ઉપર ગોળ ફર્યા કરે છે. પૃથ્વીની આસપાસ ફરતા નથી; પણ પૃથ્વીની ઉપરના ભાગમાં અમુક ચેાજને તેઓના વિમાન છે, તે વિમાના સરખી રીતે ગાળ ફર્યા કરે છે. પૃથ્વીને તા સ્થિરજ માનેલી છે. આ સંબધી વિશેષ હકીકત ઉપર જણાવેલા 'શ્વેશ્વમાં તેમજ જંબુદ્રીપપ્રજ્ઞપ્તિ, સૂર્યપ્રજ્ઞપ્તિ, ચંદ્રપ્રજ્ઞપ્તિ વિગેરે સૂત્રેામાં પણ ઘણા વિસ્તારથી બતાવવામાં આવેલ છે, તે ખાસ જાણવા ચેાગ્ય છે.
તેનુ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશ્ન ૮-દરિયાના પાણીમાં ભરતી ઓટ થાય છે તે શાથી થાય છે ? સ્વરૂપ શેમાં બતાવેલું છે ?
ઉત્તર-દરીઆના પાણીમાં ભરતી એટ થાય છે તે લવસમુદ્રમાં રહેલા, ચાર પાતાળ કળશાની અંદર રહેલા વાયુ નિયમિત રીતે ઉછળે છે, તેને આધારે થયા કરે છે. આ સંબંધમાં ક્ષેત્રસમાસાદિકમાં તેનુ સ્વરૂપ બતાવેલુ છે. વિશેષ માહિતી તે વિષયના જ્ઞાતા પાસેથી મેળવવી.
પ્રશ્ન ----ચંદ્રમાની શુદિમાં ને વિશ્વમાં હાનિ વૃદ્ધિ થાય છે, તેનુ કારણ જૈનશાસ્ત્રમાં શુ બતાવ્યું છે ?
ઉત્તર-ચંદ્રના વિમાનની નીચેના ભાગમાં નિત્યરાહુનું વિમાન માત્ર ચાર અંશુદ્ધ નીચેજ કાયમ ચાલે છે. તે શુક્રિમાં ચંદ્રની એ એ કળા છેડતુ આવે છે, એટલે પાછું રહે છે તેથી તેટલે ચંદ્ર દેખાય છે, ને વધતા વધતા દેખાત જાય છે. વિદેમાં તે રાહુ ચંદ્રની બે કળા વધારે વધારે રોકતા જાય છે તેથી તેટલે ચંદ્ર આછે. એ દેખાતા જાય છે. ચંદ્ર અને નિત્યરાહુ તેબ ને હેાના વિમાનાની ગોઠવણ કુદરતી રીતે તેમ થયેલ છે. આ પ્રમાણે જૈનશાસ્ત્રમાં કથન છે. નિત્યરાહુની ગતિ તે પ્રમાણે વર્ણવેલી છે.
પ્રશ્ન ૧૦—સૂર્ય ગ્રહણ ને ચંદ્રગ્રહણ વખતે વૈષ્ણવા ખાતા પીતા નથી, જેના તેના બાધ ગણતા નથી, તા એ અશુભ સમયે ખાવું પીવું કે ધર્મ – ક્રિયા કરવી ચાગ્ય છે ?
ઉત્તર ગ્રહણ સમયે લાફિક રીતિએ અશુભ ગણાય છે, તેમજ જૈનોએ પણ તે વખતે સૂત્ર સિદ્ધાંતના પાન પાદનના તેમજ કેટલીક ધર્મક્રિયા કરવાના નિષેધ કરેલેા છે. ચરાચર જગત ઉપર તેની માઠી અસર થતી હોવાથી તે વખત અમુક પ્રહર સુધી અક્ષયીના કાળ કહેલે છે, તે વખતે ખાવુ પીવું તે ઘટિત નથી. પરમાત્મસ્વરૂપના ચિંતવન માટે તે વખત અનુકૂળ ગણાય છે. પ્રશ્ન ૧૧–જૈનદષ્ટિએ સૂર્યગ્રહણ ને ચંદ્રગ્રહણ શાથી થાય છે ?
ઉત્તર-સૂર્ય ને ચંદ્રની નીચે ફરનાર પર્વ રાહુનું વિમાન છે. તે શ્યામ વર્ણવાળું છે અને અમુક વખતે તે સૂર્યની અથવા ચંદ્રની નીચે આવે છે, તેથી સૂર્ય ને ચંદ્રની પ્રભા કાય છે. તે (૫] ગ્રહણુ કહેવાય છે.
For Private And Personal Use Only