________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૪
શ્રી જૈનધર્મ પ્રકાશ. પ્રલ ૨૩ - સ્તુતિ કહેવાના પ્રારંભમાં પુરૂનર્જીત કહે છે કે સ્ત્રીઓ ‘હેતી નથી તેનું શું કારણ?
ઉત્તર—નામે હતુએ સાદપૂવ નું મંગળાચરણ છે. પૂર્વ ભણ વાને સ્ત્રી જાતિને અધિકાર નથી. તેથી તેના અંગભૂત નહિ પણ સ્ત્રીઓ ( જતિ) બોલતી નથી.
પ્રશ્ન ૨ –પતિકમણમાં બધા કાઉસ્સગ્નમાં લેબસ ચંદેસ નિમ્મલયા સુધી ગણવામાં આવે છે અને શાંતિવાળ! કાઉસ્સામાં પૂરા લોગસ્સ ગણવામાં આવે છે તેનું શું કારણ?
. - ઉત્તર-લેગસના પદ પ્રમાણે શ્વાસ ગણવામાં આવે છે, તેથી જે કાઉસગ્ગ ૨૫-૫૦ કે ૧૦૦ ઉધાસ પ્રમાણ કરવાનો હોય તેને માટે ૧-૨ કે ૪ લોગસ ચંદેસ નિમલયા–સુધી ગણવામાં આવે છે. શાંતિવાળો કાઉસ દુ:ખક્ષય કર્મક્ષય માટે છે. તેનું પરિમાણ ૧૦૦ ઉધાસનું નથી, તેથી તેમાં ચાર લેગસ્સ પૂરા ગણવામાં આવે છે.
પ્રશ્ન ૨૫–દેવસિ પ્રતિકમણમાં થતદેવી ને ક્ષેત્રદેવીને કાઉસગ્ન કરવામાં આવે છે ને પાક્ષિકાદિકમાં ભુવનદેવી ને ક્ષેત્રદેવીને કરવામાં આવે છે તેનું કારણ શું ? આમાં નિર્દિષ્ટ ભુવનદેવી તે શતદેવી તો નહિ હોય ? ક્ષેત્રદેવી તો સવત્ર સમાન દીસે છે.
ઉત્તર–પાક્ષિકાદિક દિવરો જે મકાનમાં મુનિઓ રહેતા હોય તેની અધિકાયિકાદેવીને ખાસ સંભારવા માટે તેનો કાઉસગ્ગ કરવામાં આવે છે, બીજું ખાસ કારણ નથી.
પ્રશ્ન ૨૬-કેટલીક જગ્યાએ મરણ પ્રસંગે રડવા કુટવાનું બંધ રાખી નવકારવાળી ગણાવવામાં આવે છે તો તેમાં કાંઈ સૂતકને લગતો બાધ નથી ? - ઉત્તર–સૂતકવાળા ઘરમાં નવકાર ગણવામાં કે પરમાત્માનું નામ લેવામાં બાધ ગણાતો નથી.
પ્રશ્ન ર૭-–બાવન જિનાલય એટલે ફરતી (૫૨) દેરીવાળા દેરાસર કરવામાં આવે છે, તેમાં પર ની સં યાનું શું કારણ?
ઉત્તર–નંદીશ્વર દ્વીપ ઉપર (પર) જિનચે છે, તે સંખ્યાને ઉદ્દેશીને (પ) જિનાલય---ફરતી દેરીવાળા દેરાસર બાંધવામાં આવે છે. બાકી પ્રથમ શત્રુંજય ઉપર ભરતમહારાજાએ બાવન જિનાલય વાળું ચય કરાવેલ જણાય છે. જુએ શત્રુંજય મહાતીર્થંક૯૫.
પ્રશ્ન ૨૮–તપસ્યાદિ પ્રસંગે રાત્રિજાગરણનો રીવાજ ચાલે છે, તે આધુનિક છે કે પ્રાચીન છે? એમાં કોઈ બાધકારી કારણ તો નથી?
For Private And Personal Use Only