Book Title: Jain Dharm Prakash 1912 Pustak 028 Ank 03
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈનધર્મ પ્રકાર જિનદીક્ષાના પ્રભાવે અનુક્રમે યોગ્ય અધિકારી આત્મા કેટલી બધી આત્મ ઉન્નતિ સાધી શકે છે? તે અંતિમ ફળ અને તાત્કાલિક ફળ જિનદીક્ષાથી સહેજે સંપજે છે તે વિગેરે અતિ ઉપયોગી બાબતોનું સંક્ષેપથી સ્વરૂપ શ્રીમાન હરિભદ્રસુરિ મહારાજે ઉકત પ્રકરણમાં દર્શાવ્યું છે. તેને જ ટીકાકાર શ્રી અભયદેવ સૂરિ જીએ પલ્લવિત કરેલું છે. એની અંદર આત્મનિવેદનમાં પોતાની સર્વ અદ્ધિ સિદ્ધિ જનદીક્ષા (સમ્યકત્વ પ્રમુખ શ્રાવક ગ્ય પ્રતાદિક) ઉચ્ચતાં નિવેદન કરી દે એમ સમજવું. આત્માપણુમાં ગુરૂ મહારાજની આજ્ઞામાંજ સર્વસ્વ અર્પણ કરેલું સમજવું. સમવસરણને બદલે અત્યારે પ્રાયઃ નંદિ (નાંદ) વડેજ કામ ચલાવી લેવાતું જણાય છે. મૂળ મર્યાદા સમવારણની છે. પ્રારંભ. શ્રી મહાવીર પ્રભુને નમસ્કાર કરીને આપ્ત વચનાનુસારે નિપુણ નીતિયુક્ત શ્રી જિન-દીક્ષા વિધિ ભવ્ય જનોના હિતને અર્થે હું લેશ માત્ર (સંક્ષેપથી) કહીશ. ૧. દ્રવ્ય મુંડન (કેશ લોચ) અને ભાવ મુંડન ( ક્રોધાદિક ટાળવારૂપ) લક્ષણવાળી દીક્ષ બે પ્રકારે છે, તેમાં અત્રે પ્રસ્તાવ જિન-દિક્ષા મનનું મુંડન કરવા થીજ બની શકે છે એમ જાણવું. કારણકે અપ્રશાન્ત-ઉત્કટ ક્રોધાદિકથી દૂષિત એ અલ્પ સત્ત્વવંત (સત્વહીન) પ્રાણ સમ્યગ દર્શનાદિરૂપ કલ્યાણકારી ધર્મ માં અધિકારી કહ્યું નથી. ૨. “આ ભાવ મુંડનરૂપ દીક્ષા કેને ક્યારે પ્રાપ્ત થાય? તે શાસ્ત્રકાર કહે છે. ” ભવ ભ્રમણ કરતાં સહુથી છેલલા પુગલપરાવર્તનમાંજ, કર્મની સ્થિતિ પાતળી પડી જવાથી નિર્મળ રવભાવવાળા અને ઉત્તરોત્તર (અધિક) વિશુદ્ધિને અનુભવતા પ્રાણીને જ આ ભાવદીક્ષા પ્રાપ્ત થઈ શકે છે, પરંતુ બીજા સંકિલશ્યમાન પરિણામવંતને પ્રાપ્ત થતી નથી. ૩. “તે દીક્ષાના અધિકારીનું વિશેષ સ્વરૂપ કહે છે. ” જેને જિનદીક્ષા ઉપરજ રાગ હેય, લેકવિરૂદ્ધ સર્વ કાર્યોને અનાદર 8 પ્રસ્તુત જિન દીક્ષા પ્રથમ મિથ્યાત્વ અને ઉત્કટ કપાયને પરિહરી શુદ્ધ સમ્યકત્વ મૂળ શ્રાવક યોગ્ય રખે નિર્વહી શકાય તેવાં વ્રત-નિયમ-દેશ વિરતિ કે સર્વવિરતિ અંગીકાર કરવા રૂપ સમજવી. સર્વ વિરતિમાં તે દ્રવ્ય મુંડન પણ જરૂરનું કહ્યું છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36