Book Title: Jain Dharm Prakash 1912 Pustak 028 Ank 03
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 28
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જનધર્મ પ્રકાશ. ર્ણય પર આવી જાય છે અથવા પિતાની અને સંસારની વચ્ચે જે તાદાસ્યભાવ ભૂલથી માન્યો હતો તે ખોટો હતો અને હવે પછી તેવી સ્થિતિ વધારે વખત ચલાવવા યોગ્ય નથી એ નિશ્ચય તેને અંતરંગમાં જરૂર પ્રગટ થાય છે. આવી શુદ્ધ વિચારણા થયા પછી પાછું સંસાર કાર્યમાં આવાગમન કેમ થાય છે? અને એ વિચારણાપૂર્વક થયેલી દશા પ્રાપ્તવ્ય છે એમ સ્પષ્ટ જણાય છે તે પછી તે નિરંતર કેમ બની રહી શકે ? તેને ઉપાય વિચારવાની ખાસ આવશ્યક્તા છે. સંસાર પર નિર્વેદ થવાની જે સ્થિતિ પ્રાપ્ત થાય છે તે વસ્તુગત યથાર્થ સ્વરૂપના બોધને લઈને થાય છે, કારણ કે આ સ્થિતિ આત્માને તેની શુદ્ધ દશામાં બતાવે છે. એવી સ્થિતિ પ્રાપ્ત થવાના કારણમાં મુખ્યત્વે કરીને સંસાર સ્વરૂપ અથવા વસ્તુ સ્વભાવને શુદ્ધ અવબોધ છે. સંસારના અનેક પ્રકારના પ્રસંગે બનતાં તે તે પ્રસંગે સત્ય સ્વરૂપ સમજાવનાર મહાત્માને પ્રસંગે પ્રાપ્ત થાય છે, તેઓ આ જીવને વસ્તુસ્વભાવ સમજાવે છે, પવસ્તુ અને સ્વવસ્તુને ખ્યાલ આપે છે, સનેહ સંબંધનું સ્થિત્યંતર બતાવે છે અને બીજી અનેક વાતે અધિકારીની ગ્યતા પ્રમાણે સમજાવી તેને સંસાર પર પ્રેમ કે કેટલે અને શા માટે કરવા ગ્ય છે અથવા તેનું પરિણામ કેવું આવે છે અને ખાસ કરીને સ્વસ્વરૂપ શું છે અને પરભાવ રમણમાં કેટલી વિરસવૃત્તિ છે તે બતાવવામાં આવે છે ત્યારે તેને બહુધા નિર્વેદ પ્રાપ્ત થાય છે. નિર્વેદ થવાના બીજા પણ કેટલાંક કારણ હોઈ શકે, દાખલા તરીકે ઉત્તમ અધિકારીને સ્વતઃ જ તે પ્રાપ્ત થાય છે, પણ તેવા પ્રસંગે લગભગ એટલા સ્વપ હોય છે કે તેને અપવાદ તરીકે બાજુ ઉપર રાખી શકાય અને સામાન્ય રીતે એમ કહી શકાય કે સં. સારપર નિર્વેદની સ્થિતિ પ્રાપ્ત થવાનું મુખ્ય કારણ સદગુરૂને યોગ અને તેઓ તરફથી મળતે વસ્તુસ્વરૂપને અવબોધ જ છે. આવી રીતે થયેલે અવબોધ પણ સંસારસુખના રસીઓ જીવને આવીને ચાલ્યા જાય છે અને પછી તેને અધપાત થવાથી સંસાર તરફ ઉલટું આકર્ષણ થાય છે. આટલા ઉપરથી હકીક્ત એ પ્રાપ્ત થાય છે કે સદગુરૂને ચોગ જે નિરંતર બન્યો રહે તે જ સંસારપર નિર્વેદ દશા ચાલુ સ્થિતિમાં બની રહે. બાકી તે ઇન્દ્રિયના વિષયે ઉપર ઉપરથી જોતાં એવા મીઠા લાગે છે કે દૃઢ નિર્ણય કરેલી બાબતમાં પણ ઘણી વાર મન અવળા પછાડા મરાવે છે અને જીવન ને અધઃપાત કરાવી તેને સંસાર તરફ ઘસડી જાય છે. પ્રસ્તુત વિષયને અંગે તેને માટે એટલું કહેવું ખાસ આવશ્યક છે કે તેણે પ્રાપ્ત કરેલી ઉપર ઉપર ની નિર્વેદ સ્થિતિને ધકેલી મૂકી પાછે સંસારમાં રખડાવે છે. એટલા માટે એક For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36