Book Title: Jain Dharm Prakash 1912 Pustak 028 Ank 03
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 32
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈનધર્મ પ્રકાશ. થવો ન જોઈએ, વળી ભારતવર્ષનાં નાથદ્વારા, શગુંજ્ય, મથુરા, અમૃતસર, અમદાવાદ વિગેરે વિવિધ ધર્મનાં પવિત્ર સ્થળોએ દેરામાં પ્રવેશ કરતાં પહેલાં યુરોપીઅોને બૂટડા ઉતારવાની જરૂર પડે છે એ બિના આપ નામદાર સંપૂર્ણ રીતે જાણતા હશો એમ અમારી માન્યતા છે. • - યુરોપીઅને પશ્ચિમાન્ય રીતરિવાજ મુજબ દેરાનાં બંદરના વિભાગમાં પ્રવેશ કયાં પહેલાં ટોપી ઉતારીને જૈનતીર્થસ્થળ તરફ સંપૂર્ણ પૂજ્ય ભાવની લાગeણીથી જુએ છે એ દલીલ પણ ઉપલી દલીલ જેવીજ બીનપાયાદાર છે. પશ્ચિમાત્ય દેશોમાં પણ અમુક વર્ષો ઉપર ખ્રીસ્તી લેકે પવિત્ર તિર્થસ્થળોની યાત્રા કરવાના પ્રસંગે શણનાં કપડાં પગે વિટાળતા અથવા તો ઉઘાડે પગે યાત્રા કરતા એ બીનાથી આપ સંપૂર્ણ માહિતગાર હશે એમ અમે માનીએ છીએ, વળી પવિત્ર સ્થળોને નમન કરવાની પશ્ચિમાત્ય હબ સાથે આ સવાલને કંઈ અંગત સંબંધ છેજ નહિ. દેલવાડાનાં ઉપરોકત દેરા સિવાય જૈનધર્મના અન્ય પવિત્ર સ્થળોએ આ બાબત સંબંધી કશે પણ વાંધો નથી. કારણ કે દરેક અન્ય સ્થળે એ દેરાંમાં પ્રવેશ કરવા અગાઉ બુટડા ઉતારવાની જરૂર પડે છે. વળી દેરાના વ્યવસ્થાપક તરફથી યુરોપીરાંનેના ઉપયોગ અર્થે નાની મટી મખમલ અને લૂગડાંની સુંદર સપાટેની વ્યવસ્થા કરવામાં આવી છે કે જેથી એકી સમયે આ સપાટને લાભ લઈ શકે તેમ છે તે આપની જાણને માટે અમે નમ્ર વિજ્ઞપ્તિ કરીએ છીએ. છેવટે આબુપર્વત ઉપરનાં દેલવાડાનાં દેરાની મુલાકાત લેવા આવનાર યુ. રોપીઅોને માટે જે શરત મંજુર થઈ છે, તેમાં દેરાંના અંદરના વિભાગમાં પ્રવેશ કરવાના પ્રસંગે વ્યવસ્થાપક તરફથી રાખેલ સપાટોને ઉપગ કરે એ શરતને ઉમેરે કરવા અમારી નમ્ર વિજ્ઞપ્તિ છે. આ નમ્ર વિનંતિ કરતાં અમને સંપૂર્ણ આશા છે કે જેને કોમની ઉત્સાહસંપન્ન લાગણીને માન આપી અંધાધૂની અને ધમધપણાથી ભરપૂર મુસલમાન રાજ્યને વિનાશ થયા પછી, મતાંતર સહિષ્ણુતાવાળા અને ધર્મરક્ષક બ્રિટીશ રાજ્યની શિરછત્ર છાયા તળે પ્રજાવર્ગ સંપૂર્ણ રીતે ધર્મ સ્વાતંત્ર્ય ભોગવે છે એવું આપ દેખાડી આપશે. છેવટે શારિરીક અને બીજી અડચણ હોવા છતાં અમારી નસ ફરિયાદ સાંભળવા ખુશી થઈને આપે તરી લીધી તેને માટે ફરીવાર ઉપકાર માનવાની તકનો લાભ લઈએ છીએ. અમે છીએ આપના ના સેવક, ભારતવર્ષના શ્વેતાંબર જૈન પ્રતિનિધિઓ, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36