________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈનધર્મ પ્રકાશ દેવતા ધિથી છે કે મનુષ્ય સત્ત્વથી ચલિત ન થાય, એવી તમારી વાણી મિથ્યા છે. સ્વામીત્વ (એથર્ય ) ને લીધે સ્વેચ્છા પ્રમાણે બોલતા આપને કેવું રોકી શકે ? પરંતુ હું જ તે મુનિને છ માસની અંદર સ્પષ્ટ રીતે સત્ત્વથી ભણ કરૂં છું. ” આ પ્રમાણે પ્રતિજ્ઞા કરીને તે મૂઢ બુદ્ધિવાળે દેવતા વારંવાર કે વાર્યા છતાં પણ હે મુનીંદ્ર! આપના સત્ત્વને ભંગ કરવા ચાલ્યું. અને જાણે પિતાના પુસમૂહમાં જ વિન્ન કરતો હોય, તેમ આપના ભિક્ષા ગ્રહણને વિષે તે દુષ્ટ છ માસ સુધી અતિ ઉગ્ર વિદને કર્યા. છેવટે તે પાપીએ રાત્રિને વખતે માયાવી સૂર્ય , તથા ભોજન કરતા જનસમૂહ અને ગાડાંના સમૂહને પણ માયાથી જ બતાવ્યા. તેના કરેલા મહા કપટના નાટયથી પણ આપ ચોત થયા નહિ. અથવા ખરી વાત છે કે જે સંસારના નાટકથી ચળિત ન થાય, તે નથી ચલિત થઈ શકે ? હે મુનિરાજ ! આ પ્રમાણે જે પાપીએ આપની વિરૂદ્ધ આ ચરણ કર્યું છે તે જ પાપી હું પોતે છું. હે પ્રભુ! મારે સર્વ અપરાધ ક્ષમા કરે.” એમ કહીને જેના નેત્ર દુઃખ અને હર્ષના અશ્રુથી યુકત થયાં છે એ તે દેવ મોટે સ્વરે ઘણી સ્તુતિ કરતે મુનિના ચરણ કમળમાં પશે. તે વખતે મુનિ નમસ્કાર કરતા તે દેવને ધર્મલાભ આપીને વિચારસાગરને ઉ. લ્લાસ કરવામાં ચંદ્રિકા જેવી મધુર વાણીથી બોલ્યા કે-“હે નિપુણ દેવ ! તમે મારા કોઈ પણ અપરાધ કર્યો નથી. પણ ઉલટો તમે મારા પર ઉપકાર કર્યો છે. કારણ કે તમારી સહાયના પ્રભાવથી મેં મારાં દુષ્કર્મો ખપાવ્યાં છે. હે ભદ્ર ! મારા અપરાધની તારે ક્ષમા આપવી જોઇએ. કારણ કે તને દુષ્કર્મ ઉપાર્જન કરાવવામાં હું કારણભૂત થયે છું.” આ પ્રમાણે તે બન્ને નિષ્કપટપણે ધર્મલાપ કરંતા હતા, તેવામાં સૂર્ય ઉદયાચળના શિખર ઉપર દે . પછી મુનિને નમસ્કાર કરીને તે દેવતા અદશ્ય થયે, અને મુનિ પણ ઇસમિતિ પૂર્વક ત્યાંથી ચાલ્યા. જાગૃત બુદ્ધિવાળે અને શુદ્ધ ભાવનાવાળે તે દેવ પિતાના અપરાધનો પશ્ચાત્તાપ કરીને ત્યાર પછીથી તે મુનીન્દ્રની અટશ્ય રીતે રેવા કરવા લાગ્યું. તે સુનીધર શુદ્ધ ભૂમિ ઉપર જ્યાં જ્યાં પગલું મૂકતા હતા, તે તે ભૂમિને તે દેવ પ્રથમથી જ કાંટા અને કાંકરા રહિત કરતે હતો. માયા રહિત મુનિરાજની સન્મુખ આવતા ઘાતકી પ્રાણીઓના સમૂહને તે દૂરથી જ નિવાર હ. ઘામને વખતે વાયુરૂપ થઈને, સૂર્ય તપે ત્યારે છત્રરૂપ થઈને અને પૃથ્વી તપે ત્યારે શિશિર ઋતુ રૂપ થઈને તે દેવ મુનિનું સાનિધ્ય કરો હતો. એ પ્રમાણે વિહાર કરતા તે મુનિ રામપુર નામના ગામમાં આવ્યાં, તેવામાં સૂર્યે આકાશને મધ્ય ભાગ અલંકૃત ક-શોભા (મધ્યાહ્ન સમય થયો.) ત્યાં ધના નામના કે.
For Private And Personal Use Only