Book Title: Jain Dharm
Author(s): Vidyavijay
Publisher: Vidyavijayji Smarak Granthmala Sathamba

View full book text
Previous | Next

Page 143
________________ ૧૨૮ જૈન ધર્મ ઉત્કૃષ્ટ ગુફલ ધ્યાનની સ્થિતિને પહોંચે છે. આ અવસ્થાને અગી કેવલી ગુણસ્થાન કહેવામાં આવે છે. આ પ્રકરણના પ્રારંભમાં કહેવામાં આવ્યું છે તેમ આ જીવ અનાદિ કાળથી સંસારમાં પરિભ્રમણ કરે છે. સંસારમાં પરિભ્રમણ કરવાનું કારણ અનાદિ કાળથી આત્મા ઉપર લાગેલાં કર્મો છે. આ કર્મો રાગ-દ્વેષની ચિકાશને લીધે મન-વચન-કાયાની ક્રિયાથી લાગે છે. રાગ-દ્વેષનું પરિણામ ક્રોધ–માન-માયા–લાભ–મોહ-મત્સર એ કષાય અથવા જેને પરિપુ” કહેવામાં આવે તે છે. જેમ જેમ જીવ આ રિપુઓને દૂર કરતા જાય છે, તેમ તેમ તેની ગુણશ્રેણિ વધતી જાય છે. અને અંતમાં સર્વથા કર્મને ક્ષય-કષાયને ક્ષય થાય એટલે મુકત બને છે, અથાત્ કર્મોનાં બન્ધનથી જીવ સર્વથા મુકત થાય છે, તેનું નામ મેક્ષ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164