Book Title: Jain Dharm
Author(s): Vidyavijay
Publisher: Vidyavijayji Smarak Granthmala Sathamba

View full book text
Previous | Next

Page 146
________________ ૩૧ જૈન ધર્મ અવશ્ય પડે છે. જેમ એક રાજ્ય છે, પણ તે રાજ્ય ત્યારે જ કહેવાશે કે જ્યારે રાજા, મંત્રી, અમાત્ય, પુરોહિત અને નગરશેઠ–આ પાંચેની વિદ્યમાનતા હેય. જો કે આમાં રાજની પ્રધાનતા છે, પરંતુ પાંચ અંગ મળે ત્યારે જ રાજ્ય કહેવાય છે. એ જ રીતે કેઈ અપેક્ષાઓ, કર્મ અથવા પુરુષાર્થનું મુખ્યપણું હેવા છતાં કાર્યની ઉત્પત્તિમાં તો પાંચે કારણે મળવાં જોઈએ. - સ્ત્રીને હતુકાળ આવ્યો છે, બાળક ઉત્પન્ન કરવાને તેમાં સ્વભાવ પણ છે, અર્થાત સ્ત્રી વંધ્યા નથી; નિયતિ પણ છે, પુરુષાર્થ પણ થઈ ચૂક્યો છે, પરંતુ જે સ્ત્રીના ભાગ્યમાં સંતાન નથી તે ગર્ભ ધારણ કરશે જ નહિ; ગર્ભ ધારણ કરશે તે ગર્ભમાં જ જીવ મરી જશે. કદાચ જન્મ થશે તો જન્મ થતાં જ મરી જશે. આ બધી કર્મની લીલા છે, ભાગ્યમાં સંતાન નથી, તેથી જ થતું નથી. આ પ્રકારે જેન ધર્મમાં કઈ પણ કાર્યની ઉત્પત્તિમાં પાંચ કારણે બતાવ્યાં છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164