Book Title: Jain Dharm
Author(s): Vidyavijay
Publisher: Vidyavijayji Smarak Granthmala Sathamba

View full book text
Previous | Next

Page 152
________________ જૈન ધર્મ ૧૩૭ સંસારની પ્રત્યેક વસ્તુમાં એ વાતા રહેલી છેઃ મૂળ દ્રવ્ય અને તેના પર્યાય-વિભિન્ન સ્વરૂપ; અથવા સામાન્ય અને વિશેષ. જેવી રીતે મનુષ્યત્વ વડે બધા મનુષ્યા સમાન છે, પરન્તુ દેશ, જાતિ, રંગ, રૂપ ઈત્યાદિની અપેક્ષાએ બધામાં કંઈ ને કંઈ વિશેષતા છે. બધાં પાણી એક છે, પર'તુ તેમાં મીઠાપણું, ખારાપણું અને ભિન્ન ભિન્ન રંગ વગેરેની અપેક્ષાએ વિશેષતા છે—વિભિન્નતા છે. સ્વરૂપથી બધાના આત્મા સમાન છે, પરન્તુ ભિન્ન ભિન્ન શરીરથી ધારણ કરાયેલા છે, એ અપેક્ષાએ વિશેષતા છે. આ સામાન્ય અને વિશેષ અથવા દ્રવ્ય અને પર્યાને લઈને એ ભેદ બતાવેલા છે : ૧. દ્રવ્યાથિક અને ૨. પર્યાયા િનય. દ્રવ્ય સબંધી વિચાર અને પર્યાય સંબંધી વિચાર. આત્મા નિત્ય છે, અનિત્ય પણ છે. માટીના ઘડા નિત્ય પણ છે, અનિત્ય પણ છે. આ બંને એક દૃષ્ટિએ નિત્ય, ખીજી દૃષ્ટિએ અનિત્ય. આ બંને નય ” છે. . એ જ પ્રકારે નિશ્ચયનય અને વ્યવહારનય-એમ પણ એ ભેદ છે. વસ્તુના મૂળ સ્વરૂપને સમજાવનાર વિચાર તે નિશ્ચયનય અને આકાશાદિ પરિણામના સ્વરૂપને સમજાવનાર વિચાર, એ વ્યવહારનય છે. નિશ્ચયનય કહે છે કે, આત્મા શુદ્ધ, બુદ્ધ, નિરંજન, નિરાકાર, સચ્ચિદાનંદમય છે. વ્યવહારનય કહે છે કે, આત્મા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164