Book Title: Jain Dharm
Author(s): Vidyavijay
Publisher: Vidyavijayji Smarak Granthmala Sathamba

View full book text
Previous | Next

Page 144
________________ જૈન ધર્મ ૧૨૯ (૩૧) પાંચ કારણ જૈન ધર્મ કહે છે કે સંસારમાં જેટલાં કાર્ય બને છે, તે પાંચ કારણેના મળવાથી જ થાય છે. પાંચમાંથી એક પણ કારણની ઉણપ હોય તે કાર્ય ઉત્પન્ન થતું નથી. પાંચ કારણ આ છેઃ ૧. કાલ, ૨. સ્વભાવ, ૩, નિયતિ, ૪. પુરુષાર્થ અને ૫. કમ. સંસારનું કોઈ પણ કાર્ય, ગમે તેવું નાનું હોય કે મોટું હોય, પણ આ પાંચ કારણેના સમન્વયથી જ બને છે. જે કાર્ય જે સમયે થવાનું હોય છે તે કાર્ય તે જ સમયે થાય છે. બાલ, કુમાર, યુવા અને વૃદ્ધાદિ અવસ્થાએ કાળ વિના બને નહિ. સ્ત્રીને સંતાનની પ્રાપ્તિ ઋતુકાળ પહેલાં ન થઈ શકે. સૂર્ય, ચન્દ્ર વગેરેનાં ઉદયઅસ્ત પોતપોતાના સમયમાં જ થાય છે.. આ પ્રકારે જે કાર્ય થાય છે, તે પિતાના સ્વભાવ અનુસાર થાય છે. સ્વભાવથી વિરુદ્ધ કંઈ પણ કાર્ય થઈ શકતું નથી. અગ્નિને સ્વભાવ છે ઉષ્ણતા, તે ઉષ્ણતા જ આપશે. પાણીને સ્વભાવ છે શીતળતા, તે ગમે તેને પણ શીતળતા-ઠંડી જ આપશે. વધ્યા સ્ત્રી સંતાનને જન્મ ન આપી શકે અને આપે તો તે વધ્યા જ ન કહેવાય. કેરડું મગને પાકવાને સ્વભાવ નથી, તેથી તે કદી નહિ પાકે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164