Book Title: Jain Dharm
Author(s): Vidyavijay
Publisher: Vidyavijayji Smarak Granthmala Sathamba

View full book text
Previous | Next

Page 149
________________ ૧૩૪ જૈન ધ • પર્યાય' કહે છે. અને જે વસ્તુ સ્થાયી રહે છે તેને દ્રવ્ય’ કહે છે. દ્રવ્યરૂપથી બધા પદાર્થ નિત્ય છે અને પર્યાયરૂપથી અનિત્ય છે. . , જે લેાકો સ્યાદ્વાદને સમજે છે તેને કોઈ મત માટે વિરોધ ન હોઈ શકે. સ્યાદ્વાદ દૃષ્ટિથી પ્રત્યેક વસ્તુને જોનાર મનુષ્ય માટા-ઉદાર દિલવાળા બને છે. તેની બધી સંકુચિતતા દૂર થઈ જાય છે. આ સ્યાદ્વાદ કિવા અનેકાન્તવાદને કાÖમાં ન લેવાય તા ‘ નિશ્ચયાત્મક ' રૂપથી કહેલી વાત એકાન્ત ભુની જશે અને એકાન્ત વાત સત્ય નથી થઈ શકતી. અમુક મનુષ્ય ‘બાપ' છે એના અર્થ એ થશે કે · બાપ ” સિવાય તેમાં કોઈ ખીજા ધર્માં જ નથી. એમ માનવુ એ તા બિલકુલ અસત્ય જ છે. શું પિતાની અપેક્ષાએ તે પુત્ર નથી ? શું કાકાની અપેક્ષાએ ભત્રીજો અને ભત્રીજાની અપેક્ષાએ કાકો નથી ? તે શું ‘ મનુષ્ય ’ નથી ? ત્યારે ‘ અમુક મનુષ્ય બાપ જ છે,' એમ કહેવાની અપેક્ષાએ જો એમ કહેવામાં આવે કે, ‘ અમુક મનુષ્ય બાપ પણ છે,’ તા કેટલે વિશાળ અર્થ આમાં સમાઈ ય છે? બાપ પણ છે ’ એમ કહેવામાં ખીજા અનેક ધર્મો એમાં હોવાનુ` માની શકાય છે. બસ, ‘ જ અને ‘ પણ ’માં જે અન્તર છે તે જ અન્તર ‘એકાન્તવાદ અને અનેકાન્તવાદ્ન ’- સ્યાદ્વાદ ’માં છે. . ' ' કોઈ આંધળા મનુષ્ય હાથીના કોઈ એક અંગને પકડીને એમ માની લે અથવા કહે કે, હાથી આવા હોય તે તે અસત્ય છે. કોઈ પણ વસ્તુના એક અંગને છે I Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164