Book Title: Jain Dharm
Author(s): Vidyavijay
Publisher: Vidyavijayji Smarak Granthmala Sathamba

View full book text
Previous | Next

Page 140
________________ જૈન ધર્મ ૧૨૫ પ. દેશવિરતિ–ગૃહસ્થ ધર્મનાં વતે, કે જે પહેલાં બતાવવામાં આવ્યાં છે, તેને સ્વીકાર અને શુદ્ધ રીતે પાલન કરનાર જીવ દેશવિરતિ ગુણસ્થાનકવાળા ગણાય છે, પણ તે સમ્યક્ત્વપૂર્વક હોય છે. અમુક અંશેમાં વ્રતનું ગ્રહણ એનું નામ છે દેશવિરતિ. ૬. પ્રમત્ત ગુણસ્થાનક–આ ગુણસ્થાનકમાં તે સાધુ ગણાય છે કે, જેઓએ પાંચ મહાવ્રત સ્વીકાર કરેલાં હોવા છતાં, પ્રમાદથી સર્વથા મુકત નથી હોતા. પ્રમાદમાં રહેલે જીવ, આધ્યાન અને ધર્મધ્યાન પૈકી આર્તધ્યાનની તેનામાં મુખ્યતા હોય છે, અને તે જ એને પ્રમાદ છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં ભગવાન મહાવીરસ્વામીએ પિતાના પ્રધાન શિષ્ય ગૌતમસ્વામીને સંબંધી સમસ્ત સાધુઓને પ્રમાદથી દૂર રહેવાનો ઉપદેશ કર્યો છે, તે આટલા જ માટે. ૭. અપ્રમત્ત ગુણસ્થાનક–પ્રમાદમાંથી અપ્રમાદ અવસ્થામાં પાંચ મહાવ્રતધારી સાધુ જેટલે સમય આવી જાય, તે સમય માટે તે અપ્રમત્ત ગુણસ્થાનકી કહેવાય. ૮. અપૂવકરણ-કરણ” શબ્દને અર્થ છે, આત્માના અધ્યવસાય-પરિણામ. આઠ કર્મના પ્રકરણમાં એક મેહનીય કર્મ બતાવવામાં આવ્યું છે. આ મોહનીય કમેને ક્ષય યા ઉપશમ કરવાને આત્માને અપૂર્વ અધ્યવસાય જ્યારે થાય, ત્યારે આ ગુણસ્થાનક પ્રાપ્ત થયું કહેવાય છે. “ક્ષયને અર્થ નાશ છે. ઉપશમ તેને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164