Book Title: Jain Darshan Paribhasha Kosh
Author(s): Kundkundacharya, Tarachand Manekchand Ravani
Publisher: Ajit Ravani

View full book text
Previous | Next

Page 3
________________ પ્રાંશુભ ફળ ભાષા શબ્દોથી રચાય છે અને ભાષાનો વિકાસ થતાં તેના શબ્દભંડોળમાં પણ વધારો થતો જાય છે. કોઇપણ ભાષા કેટલી સમૃદ્ધ છે એ વાતની જાણ એના શબ્દભંડોળથી થાય છે. શબ્દનું નિર્માણ સંન્નારૂપે થાય છે. વ્યકિત, વિચાર, વસ્તુ, બાબત, ઘટના, ક્રિયા વગેરેને ઓળખાવવા માટે, એને એના જેવી જ, એને મળતી કે ભળતી બાબતોથી અલગ પાડવા માટે ખાસ સંજ્ઞા યોજાય છે. આ સંજ્ઞાઓ શબ્દરૂપે ઘડાય છે, એના વડે ચોકકસ અર્થનું વનન થાય છે અને કાળક્રમ એ સંજ્ઞાઓનો વિકાસ સંપ્રત્યય (concept) રૂપે થાય છે. એકસરખો અર્થ પ્રગટ કરતા જણાતા શબ્દો કે એકની નજીકનો અર્થ ધરાવતા શબ્દોની અર્થછાયાઓ (Shade of meanings) જુદીજુદી હોય છે. જેમ કે ઇશ્વર વિશે, સ્ત્રી વિશે, સૂર્ય કે ચંદ્ર વિશે આપણી ભાષાઓમાં અનેક શબ્દો છે. પરંતુ એ બધી શબ્દસંજ્ઞાઓ એક સમાન અર્થની વાહક નથી હોતી, એ જુદી જુદી અર્થછાયાઓ ધરાવતી હોય છે. માટે જ અલગ શબ્દસંજ્ઞા નિર્મિત થયેલી હોય છે. ગ્રંથની ગરિમા જીવમાત્રનો ધર્મ એ કર્મ છે. તો કર્મની નિષ્ઠાની ફલશ્રુતિ ધર્મ, અર્થ, કામ, મોક્ષ - જેવા પુરૂષાર્થ થા ભક્તિ, જ્ઞાન પ્રાપ્તિ છે. જીવ માત્રની જીવનયાત્રાને સાર્થક માર્ગ દર્શન પ્રત્યેક ધર્મના ધર્મગુરૂઓ, અભ્યાસીઓ, મુમુક્ષો કે સાધકો દ્વારા વિવિધ ગ્રંથોમાં ઉપલબ્ધ છે જ, તેવી જ રીતે પ્રત્યેક ધર્મના ગ્રંથોની ભાષા વિશેષ પણ જોવા મળે છે. ભાષા વિશેષને કારણે જે તે ધર્મગ્રંથોના અભ્યાસલક્ષી શબ્દભંડોળ (Vocabulary) પણ વિકસતું ગયું છે. પરિણામે ધર્મ વિશેષની વિચારણા પરિપાટી પણ તે શબ્દભંડોળ વિશેષના ઉપયોગથી જ વિકસતી રહી છે. આમ કોઇપણ ધર્મ વિશેષના ગ્રંથોના અભ્યાસાર્થે તેના શબ્દ ભંડોળ વિશેષનો અભ્યાસ અનિવાર્ય જણાયો, ગણાયો છે. વળી એક જ ધર્મની શાખા - પ્રશાખા વિકસતા જતા તે પ્રમાણે નિશ્ચિત શાખાવાર શબ્દભંડોળ પણ વિકસતું રહ્યું છે ત્યા સર્જાતું રહ્યું છે. જેના પરિણામે શબ્દાર્થ, શબ્દાર્થ ગ્રહણ અને ગ્રંથ-અર્થગ્રહણની વિવિધતાઓ વિકસતી જાય છે. વાસ્તવિકતા એ છે કે ધર્મ, કર્મ, ભક્તિ જ્ઞાનની અનુભુતિ વિશે રજુઆત વિશેષ અને ભાષા સંરચના બદલાતી રહેતાં શબ્દાર્થ, અર્થગ્રહણ પણ સામાન્ય પાઠકો માટે સુલભ કરતાં દુર્ગમ, દુર્લભ બન્યું છે. આ દુર્ગમ ગ્રંથાર્થ ગ્રહણને સુલભ-સરળ બનાવવાનો યથાર્થ પરિશ્રમ - જે સ્વ. અભ્યાસી, મુમક્ષ, સંપાદક-લેખકની નિષ્ઠાનો પરિપાકરૂપે ગ્રંથના માર્ગદર્શનમાં તેની ગરિમા સર્જાતી રહી છે. જે કાર્ય આ બહબૂતી પરિશ્રમી સિવાય શક્ય ન બન્યું હોત, એમ નિઃશંક કહી શકાય. વળી તેમના સ્વજનોએ તેમની મૂક ધર્મસેવાને મૂર્તિમાન કરી, ગ્રંથનું ગૌરવ પણ વધાર્યું છે. આ ધર્મશાખા, પ્રશાખા વિશેષનું શબ્દભંડોળ અને પરિભાષાને સમજાવવાનો સંપાદનનો નિષ્ઠાભર્યો પ્રયત્ન ધર્મના અભ્યાસી, મુમુક્ષ, અધિકારીઓ એવા પાઠકો તેને સાચા અર્થમાં મૂલવી શકશે, એવી શ્રદ્ધા સાથે ગ્રંથને બહુમૂલ્ય બનાવવાલક્ષી જરૂરી સૂચનો પણ આવકારું છું. કાર્ય નિમિત્તક ડો. ઈન્દ્રવદન ઉપાધ્યાય આથી, પ્રત્યેક ભાષા પાસે પોતાના શબ્દરાશિની વ્યાકરણગત અને અર્થગત વિશેષતા પ્રગટ કરી આપતા શબ્દકોશો હોય છે. વળી, શબ્દોના સમાનાર્થી કે વિરુદ્ધાર્થી શબ્દો ધરાવતા કોથ પણ રચાતા હોય છે. તેમ, ભાષામાં યોજાતાં રૂઢિપ્રયોગો અને કહેવતોના કોશો પણ તૈયાર થતા હોય છે. એ જ રીતે, જ્ઞાનના જુદાજુદા વિષયોને પોતપોતાની ખાસ શબ્દસંજ્ઞાઓ હોય છે. જે તે વિષયની શાસ્ત્રીય અને તાર્કિક વિચારણામાં અને એ જાતનાં લખાણોમાં આવી શબ્દસંજ્ઞાઓનો ખાસ ઉપયોગ થતો હોય છે. આવી શબ્દસંજ્ઞાઓને પારિભાષિક સંજ્ઞાઓ (Terminology) કહે છે, આવી સંજ્ઞાઓ જે તે વિષયના મૂળભૂત ખ્યાલો કે સંપ્રત્યયોને સુરેખતાથી સ્પષ્ટ કરી આપતી હોય છે. વક્તવ્યમાં કે લખાણમાં આવી સંજ્ઞાઓ યોજવાથી એ ખાસ અર્થવિચાર અભિવ્યકત થઇ જાય છે; એની ઝાઝા શબ્દો અને વાકયો યોજીને લંબાણથી સમજૂતી આપવી પડતી નથી.

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 1117