Book Title: Is Jain Geography Astronomy True
Author(s): Nandighoshsuri, Jivraj Jain
Publisher: Research Institute of Scientific Secrets from Indian Oriental Scripture

View full book text
Previous | Next

Page 6
________________ [6] શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે? શ્રીવિજયનંદિઘોષસૂરિજી મહારાજને યોગ્ય લાગી અને તે અંગે વિશેષ ચર્ચા વિચારણા કરી તેને આપણા જૈન સમાજ સમક્ષ મૂકવાનો નિર્ણય કર્યો. તેના ફળસ્વરૂપે પ્રસ્તુત પુસ્તક પ્રકાશિત કરતાં અમને ઘણો જ આનંદ થાય છે. આ પુસ્તક જૈન ભૂગોળખગોળની મૂળભૂત વિચારધારાને એક નવા જ પરિપ્રેક્ષ્યમાં રજૂ કરે છે. જેનાથી આજના બુદ્ધિજીવી વર્ગની ઘણી શંકાઓ નિર્મૂળ થશે અને જૈન દર્શન ઉપરની તેમની શ્રદ્ધા દેઢ થશે, એ વાતમાં કોઈ શંકા નથી. | પ્રાન્ત ડૉ. જીવરાજ જૈને ઉદારતાપૂર્વક પોતાના સંશોધનને જૈન સમાજ સમક્ષ મૂકવાની અમારા ટ્રસ્ટને અનુમતિ આપી તે બદલ અમારી સંસ્થા તેમની અણી છે. | પ્રસ્તુત પ્રકાશન જૈન સમાજના વિદ્વાન સાધુવર્ગ, શ્રાવકવર્ગ તથા વિજ્ઞાન જગતના અગ્રણી વિજ્ઞાનીઓની જિજ્ઞાસાને તૃપ્ત કરશે તથા તેઓને નવાં નવાં સંશોધનો કરવા પ્રેરણા આપશે તેવી આશા રાખીએ છીએ. - પૂ. આ. શ્રી વિજયનંદિઘોષસૂરિજી મહારાજની પ્રેરણાથી થતાં સૈદ્ધાન્તિક તથા પ્રાયોગિક વૈજ્ઞાનિક સંશોધનોમાં જૈન સમાજના વિવિધ સંઘો, સંસ્થાઓ તથા શ્રેષ્ઠિઓ તરફથી ઉદાર આર્થિક સહયોગ મળી રહ્યો છે, તે માટે અમો સૌનો આભાર માનીએ છીએ. સાથે સાથે આ ગ્રંથનું સુંદર સુઘડ મુદ્રણ કરી આપનાર મૌનિલ ક્રિયેશનના શ્રી હિતેશભાઈ દસાડીયાનો આભાર માનીએ છીએ. એ સાથે સંસ્થાના ભૂતપૂર્વ ટ્રસ્ટીશ્રીઓ સ્વ. ભૂપેશચંદ્ર નગીનદાસ શાહ, સ્વ. સ્નેહલ એ. શેઠ, સ્વ. શ્રી સુપ્રીમભાઈ પી. શાહ તથા શ્રી હેમંત એચ. પરીખ, પ્રો. એચ. એફ. શાહ, ડૉ. દિવ્યેશભાઈ વી. શાહ તથા ડૉ. રજનીભાઈ પી. દોશી આદિએ સંશોધન પ્રકાશનમાં જે સહકાર આપ્યો છે તે બદલ તેમનો આભાર માનીએ છીએ. વિ. સં. ૨૦૭૫, મહા સુદ-૧૪ ભારતીય પ્રાચીન સાહિત્ય વૈજ્ઞાનિક રહસ્ય શોધ સંસ્થા, અમદાવાદ-મુંબઈ

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 232