Book Title: Is Jain Geography Astronomy True
Author(s): Nandighoshsuri, Jivraj Jain
Publisher: Research Institute of Scientific Secrets from Indian Oriental Scripture

View full book text
Previous | Next

Page 5
________________ પ્રકાશકીય ૫. પૂ. શાસનસમ્રાટ તપાગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રીવિજયનેમિસૂરીશ્વરજી મહારાજના સમુદાયના ૫.પૂ. આ. શ્રીવિજયસૂર્યોદયસૂરીશ્વરજી મહારાજના વિદ્વાન શિષ્ય પૂ. આ. શ્રીવિજયનંદિઘોષસૂરિજી મહારાજ છેલ્લા ૪૦ વર્ષથી જૈન દર્શન અંગેના વૈજ્ઞાનિક પાસાનો અભ્યાસ, મનન અને ચિંતન કરી રહ્યા છે. તેમના આ ચિંતનના પરિપાકરૂપે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં જૈનદર્શન અને વિજ્ઞાન સંબંધિત વિવિધ લેખો લખ્યા છે. અને તે નવનીત-સમર્પણ, તીર્થંકર, અર્હત્ વચન, જૈન જર્નલ, તુલસીપ્રજ્ઞા, જૈન ડાયજેસ્ટ (અમેરિકા) વગેરે વિવિધ પ્રતિષ્ઠિત સામયિકોમાં પ્રકાશિત થતાં રહ્યા છે. એ લેખોનો એક સંગ્રહ બે ગ્રંથ સ્વરૂપે શ્રી મહાવીર જૈન વિદ્યાલય એલ્યુમ્ની એસોસિયેશન, અમેરિકાના ટ્રસ્ટી શ્રી કાન્તિભાઈ મેપાણીના પ્રયત્નોથી શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ દ્વારા ઈ. સ. ૧૯૯૫માં “જૈનદર્શન : વૈજ્ઞાનિક દૃષ્ટિએ” “Jainism : Through Science” નામે પ્રકાશિત થયેલ. તેમના આ ગ્રંથો દેશ-વિદેશમાં સર્વત્ર અને ખાસ કરીને વિજ્ઞાનના ક્ષેત્રમાં રસ ધરાવનાર વિશાળ વાચકવર્ગમાં ખૂબ આવકાર્ય બનેલ. ત્યારબાદ પરમ પૂજ્ય આચાર્ય શ્રીવિજયનંદિઘોષસૂરિજી મહારાજનું સંશોધન કાર્ય સતત ચાલુ જ છે. અને હવે તો પ્રાયોગિક સંશોધન કાર્ય પણ તેઓશ્રીની પ્રેરણાથી થઈ રહ્યું છે. તેમાં પણ ભારતના નામાંકિત વિજ્ઞાનીઓ અને પરદેશના વિશિષ્ટ સંશોધકોનો સહકાર અને પ્રેરણા-પ્રોત્સાહન સતત મળતા રહ્યાં છે. તે અનુસાર જૈન ભૂગોળ-ખગોળ અંગે અત્યારની નવી પેઢીને મુંઝવતા ઘણા પ્રશ્નો અંગે સમાધાન મેળવવાના પ્રયત્નોના પરિણામ સ્વરૂપે જમશેદપુરટાટાનગરનિવાસી વિદ્વાન, શ્રદ્ધાવાન અને પરિપક્વ વિજ્ઞાની ડૉ. જીવરાજ જૈને પાંચેક વર્ષ પહેલાં જૈન ભૂગોળ-ખગોળ સંબંધી એક નવી જ સમજૂતી રજૂ કરી, જે પૂ. આ. d (5)

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 232