Book Title: Indriya Gyan
Author(s): Sandhyaben
Publisher: Digambar Jain Mumukshu Mandal

View full book text
Previous | Next

Page 9
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કૃપાળુ ગુરુદેવ આપે પ્રરૂપેલ અણીશુદ્ધમાર્ગમાં આપશ્રીના તેજસ્વી કિરણ શ્રી લાલે પરની જ્ઞાતાબુદ્ધિનો નિષેધ કરાવ્યો ન હોત તો અમ મુમુક્ષુઓનો ઉપયોગ અંતર્મુખ કેમ થાત ! પૂ. ભાઈશ્રી લાલચંદભાઈને આ બાબતમાં વારંવાર વિચાર આવતા કે “આત્મા કર્તા નથી” એ વાત તો પૂ. ગુરુદેવશ્રીના પ્રતાપે જોરશોરથી બહાર આવી છે. સાથે પરનો જ્ઞાતા નથી. એ વાત પણ પૂજ્ય ગુરુદેવશ્રીએ કરી છે. છતાં સમાજનું પરનો જ્ઞાતા નથી. –તે વાત ઉપર પુરૂ ધ્યાન ખેંચાતું નથી તેથી આચાર્યો અને જ્ઞાનીઓના આધારો જે ઇન્દ્રિયજ્ઞાનના નિષેધ માટેના છે તે એકત્રીત થાય તો સૌનું ધ્યાન ખેંચાય કે - ઇન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી, તો અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ કેમ થાય? તેનો પુરુષાર્થ કરવા ઉદ્યમી થાય. પૂ. ભાઈશ્રીએ જેમને પોતાનો ગાઢ પરિચય છે એવા કુ. સંધ્યાબેનને ઉપર મુજબના વિચાર મૂર્તીમંત થાય તે માટે વાત કરી, આ વાત સાંભળતાં જ કુ. સંધ્યાબેને આ કાર્યભાર સહર્ષ સ્વીકારી ત્વરાથી સંકલન ચાલુ કર્યું. - અત્રે હિંમતનગર અમારા મંડળના આમંત્રણને માન આપી બન્ને મહાનુભાવો પધાર્યા અને એકમાસ સુધી ભેદજ્ઞાનની ધોધમાર અમૃતવર્ષા કરી, જેમાં અમારું મંડળ તથા પધારેલ સર્વે મહેમાનો ભીંજાઈ ગયા અને કૃતકૃત્યતા અનુભવીએ છીએ. આ સમય દરમ્યાન આ સંકલન આપે વાંચનમાં લીધું તે સાંભળી અમારા મંડળને થયું કે આતો અદભુતથી અદ્દભુત શાસ્ત્ર બહાર પડશે અને ઘણા લાયક Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 310