Book Title: Indriya Gyan Author(s): Sandhyaben Publisher: Digambar Jain Mumukshu Mandal View full book textPage 7
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આવો મુળભુત અને કાર્યકારી કરૂણાભીનો ઉપદેશ આપી પૂજ્ય ગુરુદેવશ્રીએ સમાજ ઉપર અનંત અનંત ઉપકાર કર્યો છે. તેઓશ્રીના ઉપકારની તો શી વાત કરવી!! તે ઉપકારથી આપણું મસ્તક સહજ ઝુકી જાય છે. પરંતુ આ મુળ ઉપદેશના રહસ્ય ઉપર સમાજમાં અલ્પ મુમુક્ષુઓનું જ કોઈનું ધ્યાન ખેંચાયું છે. આપણા ધર્મપિતા પૂજ્ય ગુરુદેવશ્રીના ધર્મસપુત પૂજ્ય ભાઈશ્રી લાલચંદભાઈએ જેના ઉપર બધાનું ધ્યાન ખેંચાવી પ્રકાશ પાડ્યો કે પૂજ્ય ગુરુદેવશ્રીનું ૪૫ વર્ષનું દોહન એ છે કે “આત્મા સ્વભાવથી અકર્તા છે. પરનો કર્તા સ્વભાવથી નથી; અને પરનો જ્ઞાતા પણ સ્વભાવથી નથી.” આપતો વર્ષોથી કહો છો કે હું જાણનાર છું, હું કરનાર નથી; જાણનારો જણાય છે; ખરેખર પર જણાતું નથી.” વળી વારંવાર આપ એ પણ કહો છો કે“સામાન્ય જનસમુદાય પુણ્યની અને પરની કર્તા બુદ્ધિમાં છેતરાણો અને વિદ્વાન વર્ગ ઈન્દ્રિયજ્ઞાન જે જ્ઞાન નથી તેને જ્ઞાન માનીને છેતરાણો”. વધારે શું કહેવું? આ જીવ અનંતવાર દ્રવ્યલીંગી મુની થઈને પણ આ ઇન્દ્રિયજ્ઞાનથી છેતરાણો છે. હે કહાનકિરણલાલ! આપે ઘરનો છૂપોચોર જે ઇન્દ્રિય જ્ઞાન.... જ્ઞાન નથી એમ બતાવીને પાત્ર જીવોને ખૂબજ સાવચેત અને સાવધાન કરેલ છે. હે પૂજ્યવર! આપનો ઉપકાર માનીએ એટલો ઓછો છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.comPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 310