Book Title: Hu Aatma Chu Part 01
Author(s): Tarulatabai Mahasati
Publisher: Gujarati Shwetambar Sthanakwasi Jain Association

View full book text
Previous | Next

Page 7
________________ બે બેલ પરમ પૂજ્ય ડો. તરૂલત્તાબાઈ મહાસતીજીનાં સંવત 2042 ના, શ્રી ગુજરાતી તાંબર સ્થાનકવાસી જૈન એસોસિએશન મદ્રાસનાં પ્રાંગણે થયેલ ચાર્તુમાસ દરમ્યાન ફરમાવાયેલ યુગપુરુષ શ્રીમદ્ રાજચંદ્રના “આત્મ સિદ્ધિશાસ્ત્ર”ની વિશદ છણાવટ કરતાં પ્રવચને આપની સમક્ષ રજુ કરતાં હર્ષ અનુભવીએ છીએ. આજના વિજ્ઞાનના યુગમાં ભૌતિક ક્ષેત્રે થઈ રહેલ ઝડપી પ્રગતીમાં માનવ જીવનનાં મૂલ્યાંકને બદલાઈ રહ્યાં છે. વિનય, વિવેક અને સદાચાર ભૂલાઈ રહ્યા છે. ભૌતિક પ્રગતિ જ જાણે જીવનનું અંતિમ ધ્યેય હેય એમ આપણે માનવા લાગ્યા છીએ. અને છતાંયે આ ભૌતિક એશ્વર્યાની વચ્ચે પણ આપણને જડ પુદ્ગલેની અનિત્યતાની પ્રતીતિ સતત રહ્યા કરે છે. અમેરીકા જેવા ભૌતિક દૃષ્ટિએ સમૃદ્ધ દેશમાં, જ્યાં બધું જ સહજ પ્રાપ્ય છે. લોકો જીવનમાં ખાલીપણું અનુભવે છે. સ્વામી વિવેકાનંદ જેવા સમર્થ પ્રચારકેના પ્રયત્નના ફળ સ્વરૂપ લોકે આત્મા અને અધ્યાત્મ તરફ વળ્યા છે. પર તુ કરૂણાની વાત તે એ છે કે, આપણે ત્યાં ભારતમાં આપણને અધ્યાત્મને અજોડ વારસો મળે તેવા પછી પણ આપણી વૃત્તિઓ મહદ્ અંશે પાશ્ચાત્યનું આંધળું અનુકરણ કરવામાં લાગેલી છે, વારસાગત મળેલી અનુપમ સંસ્કૃતિની આપણે મન કેઈ જ કિમત રહી નથી. સમય સમયે અધ્યાત્મરત સંતોએ કરૂણાભાવથી પ્રેરાઈ આપણને અંતરમુખ થવા સમજાવ્યા છે. આવા જ એક અનન્ય સંત શ્રીમદ્ રાજદ્રજીએ સે વર્ષ પહેલાં તેમના નીકટના સુપાત્ર મુમુક્ષુઓના અવગાહન માટે આત્મસિદ્ધિ શાસ્ત્રની રચના કરી. આત્મસિદ્ધિ શાસ્ત્ર જૈન ધર્મને નિચોડ છે. જૈન ધર્મના સ્વાદુવાદના સિદ્ધાંતને વ્યવહાર નય તેમજ નિશ્ચય નયથી તેમાં આલેખવામાં આવેલ છે. જૈન દર્શનને પૂ. મહાસતીજીએ આત્મસાત કરેલ છે. સ્યાદ્વાદને

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 424