Book Title: Holistic Science of Life and Living
Author(s): Vitrag Vignan Charitable Research Foundation
Publisher: Vitrag Vignan Charitable Research Foundation

Previous | Next

Page 31
________________ એના નગરની આબાદી પણ વધવા લાગી હતી. વડનગરના નાગર અધિકારી મલિક ગોપીનાથે આ નગરમાં પોતાના નામ પરથી ગોપીપુરા અને ગોપી તળાવ બંધાવી નગરનો ભારે વિકાસ કર્યો. સોળમી સદીમાં મુઘલ સમ્રાટ અકબરે સૂરત જીતી લીધા પછી આ શહેર આબાદીની ટોચે પહોંચ્યું. મુઘલકાળમાં સોળમી સદીના ઉત્તરાર્ધમાં સમગ્ર ભારતના મુસલમાનો માટે દરિયામાર્ગે મક્કાશરીફની હજ કરવા જવા માટેનું મુખ્ય મથક સૂરત હોઈ એ મક્કાબારી કે બાબ-ઉલ-મક્કા (મક્કાનો દરવાજો) કહેવાયું. અકબરના શાહી પરિવારના ઘણા સભ્યો અહીંથી હજ કરવા ગયાના ઉલ્લેખ મળે છે. સત્તરમી સદીમાં વસ્તી, વિસ્તાર, વેપાર, સમૃદ્ધિ અને જાહોજલાલીના વધવાની સાથે સુરત પશ્ચિમ હિંદનું મુખ્ય અને આંતરરાષ્ટ્રીય બંદર બન્યું. ૮૪ બંદરોના વાવટા આ બંદરે ફરકતા જે એના જલમાર્ગી વાણિજ્યના સૂચક છે. ફિરંગીઓ, અંગ્રેજો, વલંદા, ફ્રેંચો તેમજ આર્મેનિયનોએ અહીં પોતાની વેપારી કોઠીઓ સ્થાપી. ભારતની અંગ્રેજોની સત્તાનું આ પ્રથમ કેંદ્ર હતું તેથી તે હિંદની બ્રિટિશ શહેનશાહતનું ‘પારણું' કહેવાતું. સૂરતમાં હિંદુ, મુસ્લિમ, પારસી, અરબ, તુર્ક, ઈરાની, યહુદી, વલંદા, ફિરંગી, અંગ્રેજ, અને આર્મેનિયન વેપારીઓ વસતા હતા. પારસીઓ અને વણિકો યુરોપીય વેપારીઓના આડતિયા/દલાલ તરીકે હતા. વેપાર વાણિજ્ય મુખ્યત્વે હૂંડી અને નાણાવટ મારફત થતો. વેપારી મહાજન (Chamber of Commerce) એ સૂરતની વિશિષ્ટ પ્રથા હતી. મહાજનો જ્ઞાતિ આધારિત નહીં પણ વ્યવસાય આધારિત હતાં. જેમકે કાપડ મહાજન, સોની મહાજન, ગળી મહાજન વગેરે. આ મહાજનોમાં હિંદુ, મુસ્લિમ, જૈન, પારસી, અને બીજી કોમોના સભ્યો હતા. સોળમી સદીથી એનો ઉલ્લેખ મળે છે. સુરતમાં સત્તરમી સદીમાં વીરજી વોરા, હરિ વૈશ્ય અને અબ્દુલ ગફુર જેવા નામાંકિત વેપારીઓ મહાજનના નેતા હતા. અહીં સત્તરમી સદીના ઉત્તરાર્ધમાં બનેલી એક ઘટના નોંધપાત્ર છે. નિજાનંદ (પ્રણામી) સંપ્રદાયના મહામતિ પ્રાણનાથે સૂરતમાં પોતાની ધર્મપીઠ સ્થાપેલી જે આજે પ્રણામી મોટા મંદિરને નામે જાણીતી છે. મહામતિએ ઔરંગઝેબને ઈસ્લામનું સાચું રહસ્ય સમજાવી આમ જનતાની ધાર્મિક લાગણીને ન દુભાવવા માટે સમજાવવા અભિયાન છેડેલું જેનો પ્રારંભ સૂરતથી દિલ્હી તરફ “ધર્મ કૂચ' દ્વારા કરેલો. એમની સાથે આ અભિયાનમાં ઘરબાર છોડીને માથે કફન બાંધીને ૫૦૦ શિષ્યો નીકળી પડેલા. નિજાનંદ 31 | Holistic Science of Life & Living Vol. 1 May 2014

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48