Book Title: Holistic Science of Life and Living
Author(s): Vitrag Vignan Charitable Research Foundation
Publisher: Vitrag Vignan Charitable Research Foundation

Previous | Next

Page 32
________________ (પ્રણામી) વીતક નામના વૃત્તાંત ગ્રંથોમાં આની વિશદ માહિતી પ્રાપ્ત થાય છે. ઈતિહાસના સંશોધકો માટે આ પ્રણામી વીતકો તત્કાલીન ઈતિહાસના ખૂટતા અંકોડા મેળવવા માટે ભારે ઉપયોગી થાય એમ છે. મરાઠા યુગમાં અઢારમી સદીમાં સૂરતની જાહોજલાલીમાં ઓટ આવી. વારંવારની મરાઠા લૂંટો થવાને લઈને સૂરત અંગ્રેજોને અસલામત લગતાં એમણે મુંબઈ ટાપુનો વિકાસ કરી એમનું મુખ્ય મથક સૂરતથી મુંબઈ ખસેડયું. સૂરતની ૧૮૩૭ની મોટી આગે અને તાપીમાં આવેલ પૂરોએ પણ ઘણી તારાજી સર્જી. અંગ્રેજ શાસન સ્થપાયા પછી સુધારા દાખલ થયા અને ધીમે ધીમે સૂરત પુનઃ ‘સોનાની મૂરત’ બનવા લાગી. સુધારાનો યુગ અહીં ૧૮૦૯માં જન્મેલા દુર્ગારામ મહેતાજીથી શરૂ થયો. તેમણે ૧૮૪૪માં સ્થાપેલી “માનવ ધર્મ સભા'એ સમાજમાં ફેલાયેલ દુષણો અને કુરૂઢિઓ સામે ઝુંબેશ ઉપાડી, જેને નર્મદાશંકર કવિ, નંદશંકર અને નવલરામ ત્રિવેદી-એ ત્રિપુટીએ ભારે વેગ આપ્યો. ત્યારબાદ વીસમી સદીના પૂર્વાર્ધમાં ચાલેલી સ્વાતંત્રસંગ્રામ, શિક્ષણપ્રસાર, આદિવાસીઓની સેવા તથા લોકહિત જેવાં વિવિધ ક્ષેત્રોમાં રસ લઈને મહત્ત્વનો ફાળો આપનાર ઘણા સેવાભાવી મહાનુભાવો આગળ આવ્યા. સૂરત જિલ્લાના નેતાઓમાં દયાળજીભાઈ, કલ્યાણજીભાઈ મહેતા તથા પરાગભાઈ અને ભરૂચના ડૉ.ચંદુલાલ દેસાઈ (છોટે સરદાર) એ પોતાની સઘળી મિલકત દેશને અર્પણ કરેલી. કલ્યાણજીભાઈ પટેલ, બાલુભાઈ દેસાઈ, મીઠુંબેન પિટીટ, પં.સાતવળેકર, નારાયણ દેસાઈ, સર્વોદય કાર્યકર હરવિલાસ વગેરેનો ફાળો પણ અમૂલ્ય છે. અહીં જુગતરામ દવેનું વિરલ પ્રદાન ખાસ ધ્યાનપાત્ર છે. જગતરામ દવેએ ૧૯૨૮માં વેડછીમાં રાનીપરજ વિદ્યાલયની સ્થાપના કરી અને સાથીઓના સહકારથી શિક્ષણ અને સેવાની વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરી, જેમાં આંગણવાડીઓ, બુનિયાદી શાળાઓ, ઉત્તર બુનિયાદી વિદ્યાલયો, અધ્યાપન મંદિરો, આશ્રમશાળાઓ, ગાંધી વિદ્યાપીઠ જેવી શિક્ષણ સંસ્થાઓ ઊભી થઈ તેમજ રાનીપરજ પ્રજાના સામાજિક-આર્થિક ઉત્કર્ષ માટે ગોપાલન, ખેતી સુધારણા, હળપતિ સેવા, સહકારી મંડળીઓ, જંગલ મંડળીઓ, સ્ત્રીસેવા, પ્રૌઢ શિક્ષણ ખાદી ગ્રામોદ્યોગ જેવી રચનાત્મક પ્રવૃત્તિઓ ચાલુ થઈ અને તેનો વિસ્તાર થતો ગયો. આમ આ પ્રવૃત્તિ વેડછી ને આજુબાજુનાં ગામો પૂરતી સીમિત ન રહેતાં આખા દક્ષિણ ગુજરાત અને છેક ડાંગ સુધી વિસ્તરી. છ દાયકા જેટલા એકધારા આ પરષાર્થને પરિણામે આખા પ્રદેશમાં લોકોમાં જાગૃતિ આવતાં અભૂતપૂર્વ ક્રાંતિ સર્જાઈ. ગાંધીજીના શૈક્ષણિક 32 | Holistic Science of Life & Living Vol. I May 2014

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48