Book Title: Holistic Science of Life and Living
Author(s): Vitrag Vignan Charitable Research Foundation
Publisher: Vitrag Vignan Charitable Research Foundation

Previous | Next

Page 39
________________ “હું અનંત જ્ઞાનવાળો, અનંત દર્શનવાળો, અનંત શક્તિવાળો એવો શુદ્ધાત્મા છું, હું અનંત સુખધામ એવો શુદ્ધાત્મા છું”, તે પૂરેપુરું અનુભવમાં આવ્યું નથી. આ અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત શક્તિઓ, અનંત સુખ પોતાની ભૂલો, નબળાઈઓથી આવરાયેલાં છે.તે ભૂલો ઓળખાય અને નબળાઈઓ સામે શક્તિ મળે, એ માટે પ્રાર્થના કરવી ખૂબ જરૂરી છે. ભૂલો-નબળાઈઓ જેવી કે, " મનથી, વાણીથી અને કાયાથી કોઈ જીવનો અહમ દુભાઈ જાય... * કોઈ પણ ધર્મનું પ્રમાણ દુભાઈ જાય... • કોઈ સાધુ-સાધ્વી-આચાર્યનો અવર્ણવાદ, અપરાધ થઈ જાય... અભાવ-તિરસ્કાર થઈ જાય, કઠોરભાષા-તંતીલીભાષા બોલાઈ જાય... : વિષય-વિકાર સંબંધી દોષો થઈ જાય.... • કોઈ પણ રસમાં લુબ્ધપણું થઈ જાય. • જીવંત કે મૃત્યુ પામેલાનો અવર્ણવાદ, અપરાધ, અવિનય થઈ જાય.... આવી ભુલો ન કરાય, ન કરાવાય કે કર્તા પ્રત્યે ના અનુમોદાય - ભૂલોમાંથી નીકળી જવાય, તેની સામે શક્તિ મળે તે માટે પ્રાર્થના કરવી અત્યંત જરૂરી છે. આ પ્રાર્થના કરવાથી નબળાઈઓ ઓળખાતી જાય, તેનું કરેક્શન પણ થતું જાય છે અને અણસમજણરૂપી આવરણો ખસતાં જાય છે, પરિણામે “પોતાનું” અનંત સુખ અનુભવમાં આવતું જાય છે. અજ્ઞાનનું જ્ઞાન જાણવામાં પુદગલ શક્તિઓ વપરાય છે. ને જ્ઞાનનું જ્ઞાન જાણવામાં પ્રાર્થના કરવી પડે છે. ( તસૂત્ર-2266) શક્તિની પ્રાર્થના પર જે કાળજી રાખે છે, એની પ્રગતિ બહુ ઝડપી થાય છે. (પ્રગટ અનુભવ જ્ઞાનસૂત્રો-15/200) નિશ્ચય પાકો કરવા શક્તિ માટેની પ્રાર્થના અત્યંત જરૂરી છે. શક્તિની પ્રાર્થનામાં કચાશ હોવાના કારણે નિશ્ચયમાં કચાશ રહે છે. (પ્રગટ અનુભવ જ્ઞાનસૂત્રો-20/221) D 39 | Holistic Science of Life & Living Vol. 1 May 2014

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48