Book Title: Holistic Science of Life and Living
Author(s): Vitrag Vignan Charitable Research Foundation
Publisher: Vitrag Vignan Charitable Research Foundation
View full book text
________________
શક્તિના વિકાસ માટે આજના યુગમાં કોઈ કંઈ કરતું જ નથી, જે આ લોકો પાસેથી મળ્યું એ વંદનીય છે. એના માટે ફરીથી તમે અમારી શાળામાં આવજો અને અમે અમારા બાળકોને આ રીતે મુલાકાત કરાવતાં રહીશું ને તમારો લાભ અમને આપો, એવી તમને વિનંતી છે.”
શિક્ષિકા સુશ્રી શિલ્પાબેન નારણભાઇ પટેલના શબ્દો અક્ષર-ચિત્રમાં
“વીતરાગ વિજ્ઞાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જે કાર્યક્રમનું આયોજન થયું, એની અંદર અમારા બાળકોને પૂરા કાર્યક્રમનો ફળ રૂપે એક goal (ધ્યેય) કહી શકાય કે પોતાના જીવનમાં બાહ્ય પરિસ્થિતિ ગમે તે આવે, ગમે એવા સંજોગો આવે છતાં પણ તમારા અંતર આત્માની અંદર જો સારું કરવાની ભાવના હોય, કંઈક કોઈના માટે સારું કરવું હોય, પોતાના માટે સારું કરવું હોય તો તેના માટે શું શું કરવું જોઈએ – એ વિષેનું ખૂબ સુંદર, સરળ ભાષામાં એમની વયમર્યાદાને ધ્યાનમાં રાખીને ખૂબ સરસ રીતે સમજાવ્યું તે બદલ આ ટ્રસ્ટનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. તે
Workshop on 29th Sept 2013 for Blind Students, Auditorium, Holistic Science Research Center
43 | Holistic Science of Life & Living Vol. 1 May 2014