Book Title: Holistic Science of Life and Living Author(s): Vitrag Vignan Charitable Research Foundation Publisher: Vitrag Vignan Charitable Research FoundationPage 38
________________ પ્રાર્થનાથી પોતાના પર થતી અસરો : પ્રાર્થનાની અસર પહેલાં મન પર થાય છે. પ્રાર્થનાથી પોઝિટિવ મેન્ટલ સ્ટેટ રચાય, માનસિક કેપેસિટી વધે, જેથી સાઇકોલોજિકલ ઇફેક્ટમાંથી સહેલાઈથી પસાર થઈ જવાય. * નકારાત્મક લાગણીઓની અસરો દૂર થાય. * સ્ટ્રેસ ઘટે, બ્લડ પ્રેશર નોર્મલ થતું જાય. • દેહની પીડાનો ભોગવટો ઓછો થાય. ડિપ્રેશન, ફોબિયા, મેમરી-લોસને અટકાવે. • ક્રોનિક રોગોમાં દવા અસર ન કરે ત્યારે પ્રાર્થના કરવાથી મનમાંથી ભય, નેગેટિવ અસરો દૂર થાય, એટલે સાઇકોલોજિકલ ઇફેક્ટ ઘટતી જાય છે. પરિણામે દવા અસર કરે છે. આ તો પ્રાર્થનાની સામાન્ય મનુષ્યના જીવન માટે વાત થઈ, પરંતુ જેને આધ્યાત્મિક પ્રગતિ કરવી છે, સેલ્ફ રિયલાઈઝેશન કરવું છે, તેના માટે “શુદ્ધાત્મા પ્રત્યે પ્રાર્થના” ખૂબ ઉપયોગી બની શકે છે. શુદ્ધાત્મા પ્રત્યે પ્રાર્થના હે અંતર્યામી પરમાત્મા ! આપ દરેક જીવમાત્રમાં બિરાજમાન છો તેમ જ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે. હે શુદ્ધાત્મા ભગવાન ! હું આપને અભેદભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને મેં જે જે દોષો કર્યા છે, તે સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું. તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું અને આપની પાસે ક્ષમા પ્રાર્થ છું. હે પ્રભુ ! મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો અને ફરી એવા દોષો ના કરું એવી આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન ! આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અને અભેદસ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અભેદસ્વરૂપે તન્મયાકાર રહીએ. “દૃષ્ટિ” પ્રાપ્ત છે, તેમને પ્રાર્થના શા માટે? જ્ઞાની પુરુષની કૃપાથી “મન-વચન-કાયા, તે ખરેખર હું નહીં”, “હું શુદ્ધાત્મા છું” એવી જેને દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે, “સ્વ”નું ભાન થયું છે, તેનો સંપૂર્ણ અનુભવ કરવા માટે પ્રાર્થના ખૂબ સહાયરૂપ બને છે. 38 Holistic Science of Life & Living Vol. I May 2014Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48