Book Title: Holistic Science of Life and Living
Author(s): Vitrag Vignan Charitable Research Foundation
Publisher: Vitrag Vignan Charitable Research Foundation

Previous | Next

Page 37
________________ પ્રાર્થનાથી થતા ફાયદા : આજના ઝડપી યુગમાં મનુષ્યના જીવનમાં ચિંતા અને સ્ટ્રેસ સામાન્ય બાબત છે. પ્રાર્થનાથી ચિંતા અને બીનજરૂરી ભય ઓછો થાય, તેથી સલામતી અનુભવાય. નકામા વિચારો બંધ થવાથી પોઝિટિવિટી વધે છે, નેગેટિવિટી દૂર થતી જાય છે. પરિણામે સમજણ શક્તિ વધે છે, સૂઝ ખીલે છે. • પ્રાર્થના વસ્તુને પરિસ્થિતિને વિશાળતાથી સમજવાનો સમય આપે છે. જીવનમાં પ્રગતિ માટે નવા રચનાત્મક ઉપાયો મળે છે. : પ્રાર્થનામાં પોતાની જાત પર કેન્દ્રિત થવાથી સ્ટેબિલિટી વધે છે. • હ્રદયની યોરિટી વધતી જાય છે. પ્રાર્થના પાછળનું વિજ્ઞાન : પ્રાર્થના વખતે “એક જ ભાવ” હોય છે અને આરાધ્ય દેવ-દેવી ભગવાન પાસે શરણું સ્વીકારાય છે. તે વખતે “હું બધું કરી શકું”, “હું બધું જાણું” એવી કોઈ માન્યતા કે ભાવ હોતા નથી, એટલે લઘુતા આવે. પરિણામે અહંકાર મોળો પડે. નેગેટિવિટી ઘટે છે ને પોઝિટિવિટી ઊભી થાય છે. અંત:કરણ શાંત થાય છે અને કોમન સેન્સ, સૂઝ ખીલતી જાય છે. બેઝિકલી ચેતન, આત્મા પરના આવરણો ખસતાં જાય છે, એટલે પોતાનો અનંતસુખનો મૂળ સ્વભાવ ખુલ્લો થતો જાય છે. તેથી સુખ અને શાંતિ અનુભવાય છે. એટલે કે પ્રાર્થના ફળે છે. મંદિરમાં ભગવાનની મૂર્તિ સમક્ષ પ્રાર્થના કરીએ, તે મૂર્તિ સ્વીકારતી નથી, પરંતુ એ ભાવ, પ્રાર્થના આપણા આત્માને જ પહોંચે છે. પ્રાર્થના” ક્યારે ફળે? તો કે “હ્રદય” ભળેલું હોય તો જ, નહીં તો કોઈ દિવસ “ પ્રાર્થના” ફળે નહીં. (પ્રગટ અનુભવ જ્ઞાનસૂત્રો-25/068) સાચા દિલની પ્રાર્થના સંયોગ ભેગો કરી આપે. (આપ્તસૂત્ર-2268) 37 Holistic Science of Life & Living Vol. 1 May 2014

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48