Book Title: Holistic Science of Life and Living
Author(s): Vitrag Vignan Charitable Research Foundation
Publisher: Vitrag Vignan Charitable Research Foundation

Previous | Next

Page 33
________________ વિચારો તેમજ તેમના રચનાત્મક કાર્યક્રમોમાં સમાજપરિવર્તનની કેટલી અને કેવી ગર્ભિત તાકાત હતી એ એનાથી પુરવાર થયું. ડાંગમાં છોટુભાઈ નાયકનો સ્વરાજ આશ્રમ, કીકીબેન ભટ્ટની આશ્રમશાળા અને સાપુતારામાં પૂર્ણિમાબેન પકવાસા દ્વારા ચાલતી આદિવાસી કન્યાપ્રશિક્ષણ શાળા પણ ઉલ્લેખનીય છે. આઝાદીની ચળવળમાં નવસારીના દેશભક્ત દાદાભાઈ નવરોજીનું અને ઉદ્યોગક્ષેત્રે અગ્રણી જમશેદજી નસરવાનજી ટાટા આ બંને પારસી ગૃહસ્થોનું યોગદાન મહત્ત્વનું છે. તેવી રીતે રાજકારણમાં મોરારજી દેસાઈ, કનૈયાલાલ માણેકલાલ મુનશી, હિતેન્દ્ર દેસાઈ અને દિનકર દેસાઈનો ફાળો પણ ઉલ્લેખનીય છે. સાહિત્યક્ષેત્રે અર્વાચીનોમાં આદ્ય એવા કવિ નર્મદ, જ્યોતીન્દ્ર દવે, ધનસુખલાલ મહેતા, ક.મા. મુનશી, ચં. ચી. મહેતા અને સાક્ષરવર્ય વિષ્ણુપ્રસાદ ત્રિવેદીનું; આધ્યાત્મક્ષેત્રમાં શ્રી રંગ અવધૂત મહારાજ અને શ્રી મોટાનું તેમજ આયુર્વેદક્ષેત્રે સ્વામી આત્માનંદ સરસ્વતીનું પ્રદાન પણ વિશિષ્ટ છે. છેલ્લાં પચાસ વર્ષોમાં દક્ષિણ ગુજરાતમાં ભરૂચ-અંકલેશ્વરથી માંડીને વલસાડ-વાપી અને ઉમરગામ સુધી અભૂતપૂર્વ ઝડપી ઔદ્યોગિક વિકાસ થયો છે. ભારતભરમાં પ્રસિદ્ધ એવા ખાસ કરીને આર્ટસિલ્ક કાપડ, હીરા, રેડિમેડ ગાર્મેન્ટ, જરી, રંગ, રસાયણો, દવાઓ તેમજ ઔષધિઓ એન્જિનિયરીંગ, પ્લાસ્ટિક વગેરેના ઉદ્યોગોનો વિકાસ થયો છે. ભરૂચ, અંકલેશ્વર, હજીરા, સૂરત, ઉધના, અતુલ, વલસાડ અને વાપીમાંના વિરાટ ઔદ્યોગિક સાહસો અને એને પૂરક સેંકડો કારખાનાંઓ ધમધોકાર ચાલે છે. એની પાછળનાં કારણોમાં (૧) ઔદ્યોગિક વિકાસને અનુકૂળ વાતાવરણ અને પ્રવર્તતો પ્રગતિશીલ અભિગમ, (૨) ઉમરગામથી અમદાવાદ સુધી સરકાર તરફથી સ્થપાયેલ ઔદ્યોગિક વસાહતોને કારણે મળતી પાયાની સવલતો, (૩) રેલ્વેને સમાંતર હાઈવેને કારણે પરિવહનની સવલત અને મુંબઈના મુખ્ય બજાર સાથે સીધું જોડાણ, (૪) ૬૦-૭૦ કિલોમીટરના અંતરે મોટાં શહેરો હોવાથી પ્રાપ્ત થતી આંતર માળખાકીય સુવિધાઓ, (૫) બારેમાસ પાણી ધરાવતી નદીઓ અને સમીપમાં સમુદ્રકિનારો હોવાથી ઉદ્યોગોના ગંદા પાણીના નિકાલની બેરોકટોક સવલત વગેરેને લઈને આ અભૂતપૂર્વ ઔદ્યોગિક વિકાસ થયો છે. પણ એની સાથે પર્યાવરણ અને પ્રદુષણના ઘણા પ્રશ્નો પણ ઊભા થયા છે. જમીનનું પ્રદૂષણ, જળનું પ્રદૂષણ અને 33 | Holistic Science of Life & Living Vol. I May 2014

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48