Book Title: Holistic Science of Life and Living
Author(s): Vitrag Vignan Charitable Research Foundation
Publisher: Vitrag Vignan Charitable Research Foundation

Previous | Next

Page 34
________________ વાયુનું પ્રદૂષણ અને એ દ્વારા અનેક રોગોનો ફેલાવો થયો છે. અને માનવ, પશુ તેમજ જળચરોના સ્વાથ્યને ખૂબ હાનિ પહોંચી છે. હકીકતે સુયોજિત આર્થિક વિકાસ માટે પર્યાવરણને સુરક્ષિત રાખવું એ પૂર્વ શરત હોય છે. એટલે પર્યાવરણની અને એની ગુણવત્તા સુધારવા માટે વેપાર-ઉદ્યોગના સાહસોએ પોતાનું ઉત્તરદાયિત્વ નભાવવાની તકેદારી રાખવાની તાતી જરૂરિયાત છે. અહીં છેલ્લે કલાને ક્ષેત્રે થયેલી પ્રગતિની પણ નોંધ લેવી આવશ્યક છે. વસ્તુતઃ દક્ષિણ ગુજરાત પણ સૌરાષ્ટ્રની જેમ લોકકલાનું કેંદ્ર છે. લોકસંગીત કરતાં અહીં લોકનૃત્યનો ભારે વિકાસ થયો છે. હળપતિઓનું તુરનૃત્ય, દૂબળા આદિવાસીઓનું હાલીનૃત્ય અને ઘેરનૃત્ય, ભરૂચ જિલ્લામાં આગવા' તરીકે ઓળખાતું ભીલનૃત્ય, ધરમપુર વિસ્તારના આદિવાસીઓનું શિકારનૃત્ય તેમજ ડાંગીઓનાં ઠાકર્યા અને ભાયાનૃત્ય પ્રખ્યાત છે. શાસ્ત્રીય સંગીતને ક્ષેત્રે પં. ઓમકારનાથ ઠાકુર, રામકિશન મહારાજ, દિદારબક્ષ, ઈદનબાઈ, માલુબાઈ તેમજ પરશુરામ જેવા ખ્યાતનામ સંગીતકારો અહીં થયા. સ્થાપત્યકલાને ક્ષેત્રે સૂરતમાં ઈ.સ. ૧૬૪૪માં મુઘલ બાદશાહ શાહજહાંના સમયના કિલ્લેદાર હકીકતખાને મુસ્લિમ પ્રવાસીઓ માટે બંધાવેલ મુઘલસરાઈ' મુઘલ સ્થાપત્યકલાનો વિરલ નમૂનો છે. ઈજનેરીકલાના અદ્દભુત નમૂનારૂપે નર્મદા નદી પર નવાગામ પાસે ૧૩૮મીટર ઊંચો બંધાતો બંધ અને તેના દ્વારા રચાયેલ સરદાર સરોવર તથા તેમાંથી કાઢવામાં આવનાર ૧,૮૬,૦૦૦ કિલોમીટર લંબાઈ ધરાવતી મોટી-નાની કેનાલો જેમાં ગુજરાતની મુખ્ય નહેર ૪૫૮ કિ.મીટર, ૫૬ કિ.મીટર રાજસ્થાનમાં, રાધનપુરથી કચ્છમાં ૩૫૦ કિ.મીટર અને કડીથી સૌરાષ્ટ્રની નાની-મોટી શાખાઓનો સમાવેશ થાય છે. વળી એમાંથી ૧૪૫૦ કિ.વૉ. વીજળીનું ઉત્પાદન થનાર છે જેનો લાભ મહારાષ્ટ્રને મળવાનો છે. બંધની નિકટ ઊભું કરવામાં આવનાર સરદાર પટેલનું ‘સ્ટેગ્યુ ઑફ યુનિટી' જગતની એક અજાયબીરૂપ બનનારી ઘટના છે.. આ વિસ્તારમાં પર્યટન સ્થળોમાં સરદાર સરોવર, કબીરવડ અને દાંડી આશ્રમ, દરિયા કિનારાના દમણ, તીથલ અને ઉભરાટ, ગિરિમથક સાપુતારા તેમજ વાંસદાનો રાષ્ટ્રીય ઉદ્યાન જાણીતાં છે. મિષ્ટ વાનગીઓ અને ચટાકેદાર ખાણાને લીધે ‘સૂરતનું જમણ' વખણાયું છે. પાપડી, ઊંધિયું, પોંક, ભૂસુ અને ઘારી શબ્દોની સાથે સૂરતનું સ્મરણ થયા વિના રહેતું નથી. વસ્તુતઃ આ વિસ્તારના લોકો 34 | Holistic Science of Life & Living Vol. I May 2014

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48