Book Title: Holistic Science of Life and Living
Author(s): Vitrag Vignan Charitable Research Foundation
Publisher: Vitrag Vignan Charitable Research Foundation

Previous | Next

Page 30
________________ કરવા માટે ભારતની યાત્રાએ આવેલ ચીની મુસાફર હ્યુ-એન-ત્સંગ સૌરાષ્ટ્રમાં વલભી જતાં માર્ગમાં ભરુકચ્છમાં રોકાયો હતો. દક્ષિણ ગુજરાતના ઈતિહાસની એક નોંધપાત્ર ઘટના આઠમી સદીમાં બની. ઈરાનથી ધર્મ પાલન અર્થે વતન તજીને સંજાણમાં આવી વસેલા પારસીઓનો જરથોસ્તી ધર્મ આજ દિન સુધી પળાવો ચાલુ છે. અને તેનું મુખ્ય મથક ઉદવાડા પણ અહીં આવેલું છે. દૂધમાં સાકરની જેમ ભળેલ આ પ્રજાએ આ પ્રદેશના જ નહીં સમગ્ર ભારતના વિકાસમાં અદ્દભુત પ્રદાન કર્યું છે. આઠમી સદીથી ભરૂચ, રાંદેર અને સૂરતમાં ઈસ્લામનો પ્રવેશ થયો અને વેપાર રોજગાર વધવાની સાથે વિદેશોમાંથી આવતા મુસલમાનોના વિવિધ પંથોના અનુયાયીઓ વસવા લાગ્યા. ભરૂચ પાસે કબીરવડ નામે જાણીતી જગ્યાએ કબીરજીનો મુકામ હતો ત્યારે ભરૂચ બંદરે ઊતરીને એમને અરબસ્તાન અને અખાતના દેશોમાંથી સૂફી સંતો મળવા આવતા. દક્ષિણ ગુજરાતમાં વેપાર નિમિત્તે પ્રારંભમાં પ્રાચીનકાળથી છેક પંદરમી સદી સુધી ભરુચનું બંદર વ્યાપારી મથક તરીકે ભારે મહત્ત્વ ધરાવતું હતું. એ સમગ્ર ભારતનું પશ્ચિમ કિનારાનું મુખ્ય બંદર હતું. અહીં વહાણ બાંધવાનો ઉદ્યોગ ઉપરાંત ઈરાનના અખાતના દેશો સાથે ધીકતો વેપાર ચાલતો. કહેવાય છે કે ઈજીપ્તના ફારોહ રાજાઓના સમયથી ત્યાંના એલેકઝાન્ડ્રિયા બંદર મારફતે વેપાર થતો. આ બંને બંદરો વચ્ચે સરેરાશ દરરોજનું એક વહાણ અવરજવર કરતું. ભરૂચથી મુખ્યત્વે બારીક કાપડ, તેજાના અને ભોગવિલાસની સામગ્રીની નિકાસ થતી. બદલામાં રોમથી બીજી ચીજવસ્તુઓની સાથે મુખ્યત્વે સોનું આવતું. ભારતમાં રોમનું અઢળક સોનું ઠલવાય છે એ માટે રોમન ઈતિહાસકાર પ્લિનીએ ભારે આક્રોશ ઠાલવ્યો હતો. અહીં અનેક વિદેશી પ્રવાસીઓ દરિયામાર્ગે આવ્યા. એમણે લખેલી પ્રવાસનોંધો મળે છે, જેમાં આ વિસ્તારના આર્થિક, વહીવટી તેમજ સામાજિક પાસાંઓનું રસપ્રદ વર્ણન પ્રાપ્ત થાય છે. પંદરમી સદીમાં રાંદેર અને સુરત બંદરોનો વિકાસ થતાં ભરુચનું બંદર તરીકેનું મહત્ત્વ લુપ્ત થયું. અલબત્ત, અગત્યના નગર તરીકેનું એનું મહત્ત્વ અકબંધ રહ્યું. દક્ષિણ ગુજરાતના હૃદય સમા સૂરત શહેરનો આરંભિક વિકાસ બંદર તરીકે થયો. આ અલબેલી નગરી એક સમયે ખાસ કરીને સોળમી સદીમાં વિશ્વમાં મોટાં બંદરોમાં ગણના પામી હતી. આ વખતે 30 Holistic Science of Life & Living Vol. I May 2014

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48