Book Title: Holistic Science of Life and Living
Author(s): Vitrag Vignan Charitable Research Foundation
Publisher: Vitrag Vignan Charitable Research Foundation

Previous | Next

Page 29
________________ માનવ સંસ્કૃતિના પ્રાક-ઈતિહાસકાળના અવશેષોમાં પ્રાચીન પાષાણ યુગના માનવે પ્રયોજેલ પથ્થરનાં ઓજારો ભરુચથી છેક વલસાડ અને ડાંગ જિલ્લા સુધી મળ્યાં છે. અંત્યપાષાણયુગનાં તદ્દન નાના કદનાં હથિયારો સુરત જિલ્લામાં જોખા (તા. કામરેજ) તેમજ ચોર્યાસી, માંડવી, બારડોલી, વ્યારા, સોનગઢ અને મહુવા તાલુકાઓમાંથી મળ્યાં છે. ભરૂચ પાસે જેતપુર નજીક ભાગાતળાવ, મહેગામ તેમજ તલોદમાંથી ઉત્તર હડપ્પીય અર્થાત ઈ.પૂ.૧૯૦૦ થી ઈ.પૂ. ૧૬૦૦ ના ગાળામાં અર્થાત ૩૫૦૦ વર્ષ જૂના અવશેષો મળ્યા છે. વૈદિક કાળમાં ઋષિ ભૃગુ આ ક્ષેત્રમાં આશ્રમ બાંધીને રહેલા તેથી ભરુચથી વાપી સુધીનો વિસ્તાર ભૃગુક્ષેત્ર તરીકે પ્રસિદ્ધ થયો. ભરુચનું મૂળ નામ પણ એમના પરથી ભૃગુકચ્છ એ પરથી ભરુકચ્છ અને ભરૂચ થયાનું જણાય છે. પુરાણો પ્રમાણે ભૃગુકુલના પરશુરામ વિષ્ણુના અવતાર મનાયા છે. તેમના પિતા જમદગ્નિ અને માતા રેણુકા કોંકણના રાજા પ્રસેનજિતની પુત્રી હતાં. પાછળથી માતા રેણુકા ગંધર્વ રાજના પ્રેમમાં પડી. તેથી પિતાની આજ્ઞાથી પરશુરામે માતાનો વધ કરેલો. પિતા જમદગ્નિ ‘કામધેનુ'ના માલિક હતા. દક્ષિણ નર્મદાના માહિષ્મતીક્ષેત્રના હૈહય રાજા કાર્તવીર્ય અર્જુન, જે સહસ્ત્રાર્જુનને નામે ઓળખાતો હતો તે બળપૂર્વક કામધેનુ ઉપાડી ગયો અને જમદગ્નિની હત્યા કરી. આથી પરશુરામે પૃથ્વી નક્ષત્રી કરવાની પ્રતિજ્ઞા લઈ સહસ્ત્રાર્જુનનો નાશ કરી ‘કામધેનુ' પાછી મેળવી. વાપીથી તાપી સુધીના ક્ષેત્રમાં પરશુરામના વિશેષ આશીર્વાદને કારણે સુખ સમૃદ્ધિ નિરંતર રહ્યા કરવાની માન્યતા અહીં પ્રચલિત છે. પુરાણો પ્રમાણે નર્મદા એટલે કે રેવાના પ્રદેશમાં નાગ, નિષાદ, શબર, ભીલ અને આભીર પ્રજાઓ વસતી હતી. વનવાસ દરમ્યાન રામચંદ્રજી દંડકારણ્યમાં રહેલા જે આજે ડાંગ તરીકે ઓળખાય છે. અહીંના પંપા સરોવર અને શબરી આશ્રમ એનું સ્મરણ કરાવે છે. ઈતિહાસકાળમાં આ પ્રદેશનું નામ ‘લાટમળે છે. મૌર્યકાળના અવષેશો ઈ.પૂ. ચોથી સદીથી બીજી સદી સુધીના ભરૂચ, કામરેજ, તેની પાસેના જોખા અને ધાતવામાંથી મળ્યા છે. ઈ.પૂ. બીજીથી આઠમી સદી દરમ્યાન અહીં યવન (ગ્રીક), શક, પટ્સવ,(પહલવ) અરબ, કૂટક, કચ્ચરી, ચાહમાન, સેંદ્રક, ચાલુક્ય અને રાષ્ટ્રકૂટો સત્તા જમાવવા નિમિત્તે આવી વસ્યા. સાતમી સદીમાં બૌદ્ધ ધર્મનો અભ્યાસ 29 | Holistic Science of Life & Living Vol. 1 May 2014

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48