Book Title: Heervijaysuri Ras
Author(s): Hemchandrasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

Previous | Next

Page 14
________________ મહાન જૈનાચાર્ય જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરની જીવનઝરમર જન્મ : સંવત ૧૫૮૩ના માગશર સુદ ૯, પાલણપુરમાં. જન્મનામ : હીરજી માતાપિતા : નાથીબાઈ અને કુરા શાહ વૈરાગ્યપ્રેરણા : ૧૩ વર્ષની ઉંમરે બહેન વિમલાને ત્યાં પાટણ ગયા ત્યારે શ્રી વિજયદાનસૂરિજીનો ધર્મોપદેશ દીક્ષા : સંવત ૧૫૯૬ના કારતક વદ ૨, પાટણ ખાતે. દિક્ષાનામ: હરિહર્ષમુનિ દીક્ષાગુરુ ઃ આ.શ્રી વિજયદાનસૂરિજી શાસ્ત્રાભ્યાસ : દક્ષિણ ભારતમાં દેવગિરિ ખાતે એક બ્રાહ્મણ પંડિત પાસે. પંડિતપદ : સંવત ૧૬૦૭માં નાડોલાઈ નગરે વાચકપદ : સંવત ૧૬૦૮ના મહાસુદ ૫, નારદપુરમાં. આચાર્યપદ : સંવત ૧૬૧૦ના મહાવદ પ દિને, સિરોહી નગરે. આચાર્યનામ : શ્રી હીરવિજયસૂરિ * ગુરુ વિજયદાનસૂરિના પટ્ટધર બન્યા. * ગુરુના સ્વર્ગવાસ પછી તપાગચ્છના નાયક થયા. * એમના શિષ્યશિરોમણિ આ. વિજયસેનસૂરિને સંવત ૧૬૨૮માં પોતાની પાટે સ્થાપ્યા. * લોંકાગચ્છના મેઘજી મુનિ મૂર્તિપૂજામાં શ્રદ્ધા બેસતાં શ્રી હીરવિજયસૂરિ પાસે પુનઃદીક્ષિત. * અસંખ્ય જિનબિંબોની પ્રતિષ્ઠા અને સેંકડો વણિકોની દીક્ષા શ્રી હીરવિજયસૂરિને હાથે થઈ. * ગંધાર બંદરે હતા ત્યારે મોગલ સમ્રાટ અકબરશાહ બાદશાહનું ફત્તેહપુર સિક્રી આવવા ગુજરાતના સૂબા સાહિબખાન દ્વારા નિમંત્રણ મળ્યું. * જૈન શાસનનો ઉદય અને અહિંસા-પ્રસારના પ્રયોજનથી આમંત્રણનો સ્વીકાર. * વિહાર કરી, અમદાવાદ આવી સૂબા સાહિબખાન સાથે મુલાકાત. * સંવત ૧૬૩૯માં ત્તેહપુર સિક્રી પહોંચ્યા. * મુસ્લિમ ગ્રંથોના વિશેષજ્ઞ શેખ અબુલફઝલ દ્વારા ભવ્ય સ્વાગત. * સમ્રાટ અને સૂરીશ્વરનું મિલન. * અકબરશાહ સાથેની ધર્મગોષ્ઠીમાં ઈશ્વર-દેવગુરુ-ધર્મનું સ્વરૂપ, પાંચ મહાવ્રતો સમજાવ્યાં. * જૈન તીર્થોની માહિતી આપી. અકબરશાહને પ્રભાવિત કર્યા. * બાદશાહે “જગદ્ગુરુ'નું બિરુદ આપ્યું. * આગ્રા ખાતે ચાતુર્માસ કરી પુનઃ સિક્કીમાં.

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 398